આણંદ : ગુજરાતમાં પોલિસ હવે સ્પેશિયલ ડ્રાઈવ યોજી રહેલ છે, જેમાં વાહનચાલકોને હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું ભારે પડશે. આ ડ્રાઈવ તા. ૬ થી ૧પ માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઈવનો આદેશ કરાયો છે.
હવે રોડ અકસ્માતો અટકાવવાના બહાને હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે હવે રાજ્યની પોલીસ તવાઇ લાવશે
આ અંગે વિદ્યાનગર પોલીસ દ્વારા પણ જનતા ચોકડીએ હેલ્મેટ અને સીટબેલ્ટ ડ્રાઈવ ચલાવાઈ રહી છે. રોડ સેફટી અને સરકારી નિયમોનું પાલન કરતા અનેક વાહન ચાલકો આજે હેલ્મેટ સાથે જોવા મળ્યા હતા. સરકારી આદેશનું પાલન કરી વાહન લઈ નીકળેલ હેલ્મેટ ધારક વાહનચાલકોને વિદ્યાનગર પોલીસ દ્વારા કાયદાના પાલન માટે ગુલાબનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું.
Other News : તારાપુર હાઈવે પરથી રેતી ભરેલા ૩ ડમ્પરને ખનીજ વિભાગે ઝડપ્યા, જિલ્લામાં અન્ય જગ્યાએ તપાસ જરૂરી