Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

તારાપુર હાઈવે પરથી રેતી ભરેલા ૩ ડમ્પરને ખનીજ વિભાગે ઝડપ્યા, જિલ્લામાં અન્ય જગ્યાએ તપાસ જરૂરી

ખાણ ખનીજ વિભાગ

આણંદ : જિલ્લામાં ઘણી જગ્યાએ ભુમાફીયાઓ દ્વારા માટીનું ખનન કરી મોટાપાયે હેરાફેરી થતી હોય છે, ત્યારે આણંદના ખાણ ખનીજ વિભાગ દ્વારા તારાપુર-વટામણ રોડ ઉપર રેતી ભરીને જતા ડમ્પરો અટકાવીને તલાસી લેતા ડમ્પરમાં ઓવરલોડ રેતી ભરેલી હતી. જેથી ખાણ ખનીજ વિભાગે ત્રણેય ડમ્પર કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં ખાણ ખનીજ વિભાગે જીજે-૧૨-બીડબ્લ્યુ-૩૩૦૭, જીજે-૧૩-એડબ્લ્યુ-૭૧૯૩ અને જીજે-૧૩-એડબ્લ્યુ-૭૫૦૯ના ચાલકો પાસે પરમીટની માંગણી કરી હતી. તેમજ તપાસ કરતા ઓવરલોડ રેતી ભરેલી જણાઈ આવી હતી. જેથી ખાણ ખનીજ વિભાગે ત્રણેય ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા હતા.

ખાણ ખનીજ વિભાગે ત્રણેય ડમ્પર માલિકોને નોટીસ પાઠવીને દંડ ભરી જવા જણાવ્યું છે

આણંદ જિલ્લામાં રેતી ખનની વાત નવી નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના તળાવો, કોતર, નદીના પટ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખનન થાય છે. આ સંદર્ભે ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર વાહન ચેકીંગ કરવામાં આવે છે. જેમાં ગેરકાયદે રેતી ખનન ઉપરાંત ઓવરલોડ વાહનો પણ પકડી પાડવામાં આવે છે. આવી જ એક ડ્રાઇવમાં તારાપુર પાસે ત્રણ ડમ્પરને પકડી પાડવામાં આવ્યાં હતાં.

Other News : આણંદમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ આપતા ધમકી મળી, જુઓ વિગત

Related posts

ઉમરેઠ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપે સીટ જાળવી રાખી…

Charotar Sandesh

રોટરી ક્લબ આણંદ દ્વારા બોરસદ ચોકડી ખાતે સ્લમ વિસ્તારમાં કોરોના સેફ્ટી કીટનું વિતરણ કરાયું…

Charotar Sandesh

આણંદ જિલ્લાભરના પેટ્રોલ પંપ ગેસ એજન્સી બોટલોને પણ સેનેટાઇજ કરવાનો પ્રારંભ…

Charotar Sandesh