Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ ખાતે રંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે : રંગોત્સવની તડામાર તૈયારીઓ

વડતાલધામ ખાતે રંગોત્સવ

રંગોત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો માનીતો ઉત્સવ છે : ૨૫ ફૂટની મોટી પિચકારીથી કેશુડાના રંગથી રંગોત્સવ મનાવાશે

વડતાલ : વડતાલ ધામમાં ફાગણી પૂનમની આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજજીની નિશ્રામાં ફૂલડોલ ઉત્સવ રંગોત્સવ ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે.

આ પ્રસંગે એસજીવીપી ગુરૂકુળના પૂ.માધવપ્રિય દાસજી સ્વામી સવારે ૮ થી ૧૧ કલાક દરમિયાન રંગોત્સવ કથાનો લાભ આપશે, તેમ મંદિરનાં મુખ્ય કોઠારીશ્રી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું. વડતાલ મંદિરમાં રંગોત્સવ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, આ રંગોત્સવને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના ગ્રહણને કારણે રંગોત્સવની ફિકી ઉજવણી થઈ હતી, પરંતુ ચાલુ વર્ષે આ ફૂલડોલ ઉત્સવની રંગેચંગે ઉજવણી થનાર હોવાથી તેને લગતી સંપૂર્ણ તૈયારીઓ શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શનમાં થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ રંગોત્સવમાં ૫ હજાર કિલો રંગબેરંગી ગુલાલ તથા ૧૦૦૦ કિલો ધાણી-ચણા ખજૂરનો અન્નકૂટ ધરાવવામાં આવશે. દેવોને કેસુડાના વિશેષ શણગાર કરવામાં આવશે. ઉપરાંત વિવિધ પીચકારીઓનો પણ શણગાર કરવામાં આવશે. સાથે સાથે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી છત્રીઓ વિવિધ કલરના રંગોથી શણગારવામાં આવશે.

આ પર્વ ઉજવણી માટે અક્ષરભુવન પાછળ સંપાદિત કરવામાં આવેલ વિશાળ ચોકમાં ૫૦ધ્‌૮૦નો વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યો છે. ૫ ફૂટની મોટી પિચકારીથી પૂ.રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. લાલજી મહારાજ, સૌરભપ્રસાદજી તથા સંતો હરિભક્તોને કેસુડાના રંગથી ભીંજવીને રંગોત્સવ ઉજવશે. આ પ્રસંગે મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમ પ્રકાશદાસજી, ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી-મેતપુર, શુકદેવ સ્વામી-નાર તથા અન્ય સંતો મહંતો તથા સુરત-મુંબઈ-વડોદરા-ભરૂચ-અમદાવાદ-રાજકોટ અને કાનમ વાકળ સહિત ચરોતરના ભક્તજનો ઉપસ્થિત રહેશે.

Other News : ડાકોરને જોડતા તમામ માર્ગો પર પદયાત્રિકોનો ધસારો : ડાકોરના ઠાકોરને મળવા શ્રદ્ધાળુઓ આતૂર, જુઓ તસ્વીર

Related posts

આણંદ : ગણેશ ચોકડીથી સોજિત્રા તરફના માર્ગ પર આ તારિખ સુધી અવર-જવર કરવા પ્રતિબંધ મૂકાયો

Charotar Sandesh

આણંદના પાધરીયા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર…

Charotar Sandesh

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું : શાળાની આસપાસ ફાસ્ટ ફૂડ વેચવા પર પ્રતિબંધ…

Charotar Sandesh