Charotar Sandesh
ગુજરાત

મોંઘવારી વધતાં કોંગ્રેસનું વિરોધ-પ્રદર્શન : ભાજપનું પૂતળાદહન કરાયું : પોલીસે કાર્યકરોની અટકાયત કરી

મોંઘવારી વધતાં કોંગ્રેસ (congress)નું વિરોધ

અમદાવાદ : રાજ્ય સહિત દેશભરમાં દિવસે ને દિવસે મોંઘવારીનો વધુ એક ડામ અપાયો છે, ત્યારે કોંગ્રેસ (congress) દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આ પ્રદર્શનમાં અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા અને અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિત મોટી સંખ્યા કાર્યકરો ઉપસ્થિત ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.

આજે સીએનજીના ભાવમાં રૂ. પાંચ નો વધારો કરતાં રીક્ષાચાલકોની હાલત કફોડી બની છે

રાજ્યભરમાં ઠેર-ઠેર કોંગ્રેસી કાર્યકરોએ ગેસના બાટલા ઊંચા કરીને તથા નારા લગાવીને વિરોધ કરી ભાજપનું પૂતળાદહન કરવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદમાં અમરાઈવાડી ચાર રસ્તા ઉપર બેસીને રોડ બંધ કરવામાં આવ્યો છે, મહિલા કાર્યકરો પોલીસની ગાડી પર ચઢી ગઈ છે, ત્યારે પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરવામાં આવેલ.

નોંધનીય છે કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાયો છે, ત્યારે કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર થઈ ગયો છે અને આજે સીએનજીના ભાવમાં રૂ. પાંચ નો વધારો કરતાં રીક્ષાચાલકોની હાલત કફોડી બની છે.

વિરોધ પક્ષ દ્વારા ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે

આ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ (congress) દ્વારા ગુરૂવારે બપોરે પણ મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રદેશ કાર્યાલયથી મોંઘવારીની નનામી કાઢીને પૂતળાદહન જેવા કાર્યક્રમનું આયોજન કરાયેલ, પરંતુ આ વિરોધપ્રદર્શન યોજાય એ પહેલાં જ પોલીસ અને ગુજરાત કોંગ્રેસ (congress) પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ પ્રભારી રઘુ શર્મા સહિતના કોંગ્રેસ (congress) ના કાર્યકર્તાઓ સાથે પોલીસની ઝપાઝપી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Other News : બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ અનોખો પ્રયાસ કર્યો : જવાબમાં એવું લખ્યું કે શિક્ષક પણ ચોંકી ગયા

Related posts

ભાજપા મહિલા ધારાસભ્યનો પિતરાઇ ભાઇ દારૂ લાવતા ઝડપાયો

Charotar Sandesh

અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, નવરાત્રિ દરમિયાન દર્શનનો સમય બદલાયો…

Charotar Sandesh

સંભવિત ત્રીજી લહેર પહેલાં રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના દરોમાં મોટો ઘટાડો

Charotar Sandesh