Charotar Sandesh
ગુજરાત

સંભવિત ત્રીજી લહેર પહેલાં રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના દરોમાં મોટો ઘટાડો

નીતિન પટેલે
ખાનગી લેબમાં આરટી-પીસીઆર ટેસ્ટ ૪૦૦ રુ.માં થશે : સિટી સ્કેન માટે હવે ત્રણ હજાર રુપિયાને બદલે ૨૫૦૦ રુપિયા ચૂકવવાના રહેશે
જો લેબનો કર્મચારી પેશન્ટના ઘરે કે હોસ્પિટલમાં આવી ટેસ્ટ કરશે તો ૫૫૦ રુપિયા ચાર્જ
સરકાર કર્મચારીઓને સવાયા લાભ સાથે મોંઘવારી ભથ્થુ આપશે

ગાંધીનગર : ગુજરાતની રૂપાણી સરકારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભવામાં ઘટાડો કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી કે, હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરટ ટેસ્ટ ૪૦૦ રૂપિયામાં થશે. અગાઉ ખાનગી લેબમાં ૭૦૦ રૂપિયા ટેસ્ટ માટેના લેવાતા હતા. દર્દીના ઘરે જઈને ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. દર્દીના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૫૫૦ રૂપિયા લેવામાં આવશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં કોરોનાના મફતમાં ટેસ્ટ કરવામાં આવે છે.

એરપોર્ટ પર ટેસ્ટ કરાવવાના ૨૭૦૦ ચાર્જ લઇ શકશે : ત્રીજી લહેરમાં જિલ્લાકક્ષાની હોસ્પિટલ માટે નવા ૧૭ સીટી સ્કેન મશીન ખરીદાશે

સરકારી કર્મચારીઓના અટકાયેલ મોંઘવારી ભથ્થા સંદર્ભે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે જાહેરાત કરાઈ છે તેના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કર્મચારીઓ માટે ટૂંક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, હાલ સમગ્ર રાજ્યમા કોરોનાની સ્થિતિ સારી છે. કેસો સતત ઘટી રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. વેક્સીનેશનનું કામ પણ પુર જોશમાં ચાલી રહ્યું છે. આગામી રવિવારે જેમને બીજો ડોઝ બાકી છે તેવા જ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ કેમ્પ કરવામાં આવશે. આ રવિવારે બીજા ડોઝ માટે વેક્સીનેશનની કામગીરી ચાલશે.

તેમણે જણાવ્યું હતું કે, કોર ગ્રુપ મીટીંગમાં ત્રીજી લહેરની સમીક્ષા માટે સતત આયોજન કરી રહ્યા છીએ. દુનિયા અને ભારતના કેટલાક રાજ્યમાં કોરોના કેસો આવી રહ્યા છે. ગુજરાતમાં જરૂરિયાત ઉભી થાય તો તેનું આયોજન કરાઈ રહ્યું છે.૧ કરોડ ૬૧ લાખ આરટી-પીસીઆર ટેસ્ક કર્યા છે. ૯૧ લાખ જેટલા રેપીડ ટેસ્ટ રાજ્ય સરકારે અત્યાર સુધી કર્યા છે. ખાનગી લેબ મા આરટી-પીસીઆર ટેસ્ટ હવે ૪૦૦ રૂપિયામાં જ ટેસ્ટ કરશે. ૩૦૦ રૂપિયા નો રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે. ખાનગી લેબ ઘરે જઇ મેં ટેસ્ટ કરે તો અત્યાર સુધી ૯૦૦ રૂપિયા દર હતો જેમા ૩૫૦ ઘટાડો કર્યા જેથી હવે ૫૫૦ જ ચાર્જ લઈ શકશે.

Other News : કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકોને રુપાણી સરકાર સહાય આપશે

Related posts

સરકાર બેકફૂટ પર : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ૧૭ નવેમ્બરે લેવાશે…

Charotar Sandesh

સ્કૂલમાં બહેનને એડમિશન અપાવવા ભાઈની દાદાગીરી : પ્રિન્સિપાલને ચપ્પુ બતાવ્યું…

Charotar Sandesh

ટ્રમ્પની 3 કલાકની મુલાકાત 100 કરોડમાં પડશે : મોટાભાગનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે…

Charotar Sandesh