આણંદ : હાલ IPLની સિઝન ૨૦૨૨ની મેચો શરૂ થઈ છે ત્યારે સટ્ટોડીયાઓ પણ ઓનલાઈન હારજીતનો જુગાર રમવા-રમાડવા એક્ટીવ થયા છે. જેને લઈ સ્થાનિક પોલીસ સતત વોચ રાખી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના ટેલિફોન એક્સચેન્જ સામે આવેલ સુભાષ શોપીંગ સેન્ટર ખાતે આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા -રમાડતા બે ઈસમો વિશાલ ઉર્ફે વિકી લુહાણા તથા રાજેશ મનહરલાલ ભાટિયાએ IPL આઈપીએલ-૨૦૨૨ની લખનૌ સુપર જાયન્ટ તથા ચેન્નાઇ સુપરકીંગ્સ વચ્ચે રમાતી મેચ પર એક વેબ સાઇટના માધ્યમથી પૈસાનો ઓનલાઇન હારજીતનો જુગાર રમાડે છે તેવી બાતમીના આધારે આણંદ શાખાની પોલીસ ટીમે બાતમીના સ્થળે રેઈડ કરતાં સુભાષ શોપીંગ સેન્ટરમાં મોબાઇલની દુકાન નજીક આવતા બે શખ્સ મોબાઇલ પર IPL T-20 ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમતા હોવાનું જાણવા મળેલ. દરમ્યાન પોલીસ સ્ટાફે બંને ઈસમોને કોર્ડન કરી ઝડપી પાડેલ.
રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ. ૪૪,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જે બાદ સઘન પુછપરછમાં વધુ એક ઈસમ ઈમરાન ઉર્ફે કાલી પઠાણનું નામ ખુલવા પામેલ, જેની પાસેથી ઓનલાઈન આઈડી ખરીદ્યો હોવાનું બે શખ્સોએ જણાવેલ. આ સાથે પોલીસે ઘટનાસ્થળેથી રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ. ૪૪,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં આ ઈસમો ક્રિકેટ મેચ પર પ્લેયરની ચીઠ્ઠીઓ બનાવી રૂ.૧૫ અને ૨૫નો ભાવ લઈ ઓનલાઈન ટ્રાન્સફરથી તથા રોકડની લેવડ દેવડ કરી IPL T-20 ક્રિકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમાડતાં હતા