Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં થયેલ હિંસાના બે આરોપીને પકડવા ગયેલ પોલીસ પર હુમલો કરી આરોપીને છોડાવી ગયા

વડોદરામાં પોલીસ

વડોદરા : રાજ્યમાં ઠેર-ઠેર અસામાજીક તત્ત્વો દ્વારા હુમલાઓનો ઘટનાઓ બનવા પામેલ છે, ત્યારે વડોદરાના રાવપુરા કોઠી પોળ સહિતના વિસ્તારોમાં હથિયારધારી ટોળાએ પથ્થર મારો કરી મૂર્તિ તોડી નાખતાં કોમી તંગદિલી વ્યાપી ગયેલ, જે ટોળાએ વાહનોને પણ નિશાને લઈ નુકસાન પહોંચાડી ફરાર થયી ગયેલ હતા.

ટોળાએ પોલીસને ઘેરી લઈ આરોપીઓને છોડાવી જતાં ચકચાર મચી જવા પામી

આ હિંસાના બનાવમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ૨૨થી વધુ તોફાનીઓની અટકાયત કરી હતી, ત્યારે પથ્થરગેટ વિસ્તારમાં આવેલા મિયા અબ્બાસના ખાંચામાં એલસીબી ઝોન ૨ના પીએસઆઈ સહિતનો કાફલો બે આરોપીઓની પૂછપરછ અંગે ગયેલ, દરમ્યાન પકડવા ગયેલા પીએસઆઇ સહિતના કાફલાને કેટલાક ટોળાએ રોકી હાથાપાઈ કરી મામલો બીચકેલ, જે બાદ ટોળાએ પોલીસને ઘેરી લઈ આરોપીઓને છોડાવી જતાં ચકચાર મચી જવા પામી છે.

આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Other News : વીર નર્મદ યુનિવર્સિટીમાં બીકોમનું પેપર ફૂટ્યું : પરીક્ષા રદ્દ કરાઈ, હવે આગળ પરીક્ષાનું શું થશે, જુઓ

Related posts

લઠ્ઠાકાંડને લઈ રાજકારણ ગરમાયું : દિલ્હીના CM કેજરીવાલ આજે ભાવનગરની હોસ્પિટલની મુલાકાત લેશે

Charotar Sandesh

મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટ સિવિલમાં ગોરખધંધો, ૯ હજાર આપો તુરંત બેડ મેળવો…

Charotar Sandesh

ગુજરાતમાં કુલ ૬.૧૪ લાખથી વધુનું રસીકરણ, સરકારે ૫૩ કરોડ રૂપિયાનો કર્યો ખર્ચ…

Charotar Sandesh