વડોદરા : રાજ્યમાં ઠેર-ઠેર અસામાજીક તત્ત્વો દ્વારા હુમલાઓનો ઘટનાઓ બનવા પામેલ છે, ત્યારે વડોદરાના રાવપુરા કોઠી પોળ સહિતના વિસ્તારોમાં હથિયારધારી ટોળાએ પથ્થર મારો કરી મૂર્તિ તોડી નાખતાં કોમી તંગદિલી વ્યાપી ગયેલ, જે ટોળાએ વાહનોને પણ નિશાને લઈ નુકસાન પહોંચાડી ફરાર થયી ગયેલ હતા.
ટોળાએ પોલીસને ઘેરી લઈ આરોપીઓને છોડાવી જતાં ચકચાર મચી જવા પામી
આ હિંસાના બનાવમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ૨૨થી વધુ તોફાનીઓની અટકાયત કરી હતી, ત્યારે પથ્થરગેટ વિસ્તારમાં આવેલા મિયા અબ્બાસના ખાંચામાં એલસીબી ઝોન ૨ના પીએસઆઈ સહિતનો કાફલો બે આરોપીઓની પૂછપરછ અંગે ગયેલ, દરમ્યાન પકડવા ગયેલા પીએસઆઇ સહિતના કાફલાને કેટલાક ટોળાએ રોકી હાથાપાઈ કરી મામલો બીચકેલ, જે બાદ ટોળાએ પોલીસને ઘેરી લઈ આરોપીઓને છોડાવી જતાં ચકચાર મચી જવા પામી છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Other News : વીર નર્મદ યુનિવર્સિટીમાં બીકોમનું પેપર ફૂટ્યું : પરીક્ષા રદ્દ કરાઈ, હવે આગળ પરીક્ષાનું શું થશે, જુઓ