Charotar Sandesh
ગુજરાત

સેવાયજ્ઞ’’-‘‘ રરર દિવસ-રરર નિર્ણય’’પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું વિમોચન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મંત્રી પૂર્ણેશ મોદી હસ્તકના માર્ગ મકાન-વાહન વ્યવહાર-પ્રવાસન-નાગરિક ઉડ્ડયન-યાત્રાધામ વિકાસ વિભાગો દ્વારા કરાયેલા જનહિતના નિર્ણયોને આવરી લેતું પુસ્તક ‘‘રરર દિવસ-રરર નિર્ણય

ગાંધીનગર : CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદી હસ્તકના વિભાગો દ્વારા નાગરિકોને જનસુખાકારીના લાભ સત્વરે પૂરા પાડવા લેવાયેલા નિર્ણયો ના સંકલિત પુસ્તક ‘સેવાયજ્ઞ’ ‘‘રરર દિવસ-રરર નિર્ણયો’’નું રાજ્ય મંત્રીમંડળની બેઠક પછી ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, પ્રવાસન વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ તથા યાત્રાધામ વિકાસ વિભાગ દ્વારા જનહિતના જે નિર્ણયો કરવામાં આવેલા છે તે તમામ નિર્ણયોને આ પુસ્તકમાં આવરી લેવાયા છે.મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની રાજ્ય સરકારે રરર દિવસ પૂર્ણ કર્યા છે તેના ભાગરૂપે આ રરર નિર્ણયોને પુસ્તક સ્વરૂપે સંકલિત કરીને જન ઉપયોગ માટે પ્રકાશિત થયું.

રાજ્ય મંત્રીમંડળના સૌ સભ્યો આ પુસ્તક વિમોચન અવસરે ઉપસ્થિત રહ્યા.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : સૌથી મોટી લોજિસ્ટીક્સ કંપનીઓમાંની એક FedExના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રીની ગાંધીનગરમાં બેઠક

Related posts

રાજ્યના આ શહેરમાં શાળા ખુલતા જ વિદ્યાર્થી કોરોના પોઝીટીવ : શાળા બંધ કરાવાઈ

Charotar Sandesh

કર્મચારી અને પેન્શનરોની રક્ષાબંધન સુધરી… ૧૨ ટકા મોંઘવારી ભથ્થુ મળશે…

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે પણ નગરપાલિકા, જિ.પંચાયતની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે…

Charotar Sandesh