ગોકુલધામ નારએ સદ્દવિદ્યા સેવાયજ્ઞના ભાગરૂપે ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડ
આણંદ : કેન્દ્રિય સંચાર રાજય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણએ ગોકુલધામ નાર ખાતે ગોકુલધામ નાર સંસ્થા દ્વારા હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમેનિટી વર્જિનિયા (યુ.એસ.એ.)ના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગોકુલધામના પ્રવેશદ્વાર પાસે ૧૦૮ ફૂટના સ્તંભ પર દંતાલી ભકિત નિકેતન આશ્રમના પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, એસજીવીપી ગુરૂકુલના પ.પૂ. શા. શ્રી માધવપ્રિયદાસજી મહારાજ, પુ. શ્રી મોહનપ્રસાદદાસજી સ્વામી, ડભોઇના પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી મહારાજ, સાધુ શુકદેવપ્રસાદદાસ, સાધુ હરિકેશવદાસ, સંતગણ, દાતાશ્રીઓ તથા રાષ્ટ્રધ્વજ પ્રતિષ્ઠાપનના યજમાન શ્રી રશ્મિભાઇ ભાઇલાલભાઇ પટેલ-સીમરડા (કેનેડા)ની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજનું પ્રતિષ્ઠાપન કર્યું હતું જયારે સદ્વવિદ્યા સેવાયજ્ઞના ભાગરૂપે આણંદ જિલ્લાના ૩૬૫ ગામની ૧૦૧૯ સરકારી પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.
ધર્મ સંસ્કારોના સિંચનની સાથે સામાજિક શિસ્તનું ચિંતન કરે છે : પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ
આ પ્રસંગે કેન્દ્રિય સંચાર રાજય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણે રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરવા રાષ્ટ્ર અને ધર્મ પરસ્પર જોડાયેલા છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આપણા સંતો અને શાસ્ત્રોએ પણ આપણને શીખવાડયું છે કે, ચારિત્ર્ય નિર્માણથી સમાજનું નિર્માણ અને ઘડતર થાય છે.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી મયુરભાઇ રાવલ, પ્રદેશ અગ્રણી સર્વ શ્રી અમીતભાઇ ઠાકર, રાજેશભાઇ પટેલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, પૂર્વ મંત્રી શ્રી સી. ડી. પટેલ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, અગ્રણી સર્વ શ્રી પીનાકીનભાઇ બ્રહ્મભટ્ટ, નીરવ અમીન, મયુરભાઇ સુથાર, મહેશભાઇ પટેલ, વડતાલના ચેરમેન પૂ. શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી પૂ. શ્રી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, રાષ્ટ્રધ્વજ પ્રતિષ્ઠાપનના યજમાન શ્રી રશ્મિભાઇ ભાઇલાલભાઇ પટેલ, જિલ્લા-તાલુકાના સંગઠનના પદાધિકારીઓ, સંતગણ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Other News : આણંદમાં કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલા ૩ તળાવો તંત્રના પાપે સુકાભઠ્ઠ !! તપાસ જરૂરી