Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : ’મારા પર મેલી વિદ્યા કરાવે છે’, તેવો વ્હેમ રાખી યુવકે સગા કાકાનું ઢીમ ઢાળી દીધું…

લાંભવેલ પાસે કાકાની હત્યા કરીને ફરાર થઈ ગયેલો ભત્રીજો પીપલગ પાસેથી ઝડપાયો…

આણંદ : આણંદ પાસેના લાંભવેલ ગામ સ્થિત અમર કોલ્ડ સ્ટોરેજ પાસે વલ્લભવિદ્યાનગરમાં રહેતા પ્રેમજીભાઈ ભાટીયાનો મોટો ભાઈ ભોજાભાઈ અગાઉ પોતાનાં પરિવાર સાથે ચકલાસી ગામે રહેતો હતો પરંતુ છેલ્લા કેટલાક ૨૦ દિવસથી તે પોતાનાં પરિવાર સાથે પ્રેમજીભાઈની સાથે રહેવા આવ્યો હતો. ભોજાભાઈનો પુત્ર જગદીશ પબજી રમત રમતો હતો અને જેનાં કારણે તેને સતત કોઈ મારી નાખશે તેમ લાગતું હતું જેને લઈને પ્રેમજીભાઈએ જગદીશને સારુ થાય તે માટે ભુવા મંદીરો કર્યા હતા. જેને લઈને જગદીશને લાગતું હતું કે મારા કાકા પ્રેમજીભાઈ મારી પર મેલી વિદ્યા કરાવી મને મારી નાખવા માંગે છે.

જગદીશ સલુણ ગામે પોતાનાં સગાનાં ઘરે ગયો હોઈ પ્રેમજીભાઈ મોટરસાયકલ લઈને જગદીશને લેવા સલુણ ગામે ગયા હતા અને જગદીશને મોટર સાયકલ પાછળ બેસાડીને સલુણથી વલ્લભવિદ્યાનગર જઈ રહ્યા હતા ત્યારે રાત્રીનાં નવ વાગ્યાનાં સુમારે લાંભવેલ ગામ નજીક જગદીશ અને પ્રેમજીભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી જગદીશએ પેસાબ કરવાનાં બહાને મોટરસાયકલ ઉભી રખાવીને પ્રેમજીભાઈ પર ચપ્પુ વડે હુમલો કરીને ગળા અને છાતીનાં ભાગે ચપ્પુનાં ઘા ઝીંકયા હતા.

જેથી પ્રેમજીભાઈ જીવ બચાવવા મોટર સાયકલ લઈને ભાગ્યા હતા. પરંતુ લોહી વહી જવાનાં કારણે અમર કોલ્ડ સ્ટોરેજ સામે ઢળી પડયા હતા અને ત્યારબાદ જગદીશએ પ્રેમજીભાઈની પત્નીને પણ ફોન કરી ચપ્પુ માર્યું હોવાનું જણાવતા તેનાં પરિવારજનો ધટના સ્થળે દોડી ગયા હતા અને ગંભીરપણે ઘવાયેલા પ્રેમજીભાઈને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં લઈ જતા તેઓનું મોત નિપજયું હતું. આણંદ ગ્રામ્ય પોલીસે ગણતરીનાં સમયમાંજ હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આણંદ હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો નાખી આત્મહત્યા કરી : પોલીસ બેડામાં ચકચાર મચી

Charotar Sandesh

નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી : ઉમરેઠ ન.પા.માં ઈવીએમ મશીનનું નિદર્શન કરાયું…

Charotar Sandesh

આણંદ એસઓજી પોલીસે ૧૦૦ના દરની નકલી નોટો સાથે બે ઈસમોને દબોચ્યા, જુઓ વિગત

Charotar Sandesh