Charotar Sandesh
ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી અમદાવાદ શહેર પોલીસની પહેલ : પીપલ ફ્રેન્ડલી પોલીસનો અભિગમ

CM ભૂપેન્દ્ર પટેલ

વાણી, વર્તન અને વ્યવહારમાં કર્મયોગ ભાવથી ફરજરત પોલીસ દળની ગરિમાને વધુ ઉંચાઇએ લઇ જવી છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Ahmdabad : CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી અમદાવાદ શહેર પોલીસે જવાનોને સ્ટ્રેસ મેનેજમેંટ, કાયદા-નિયમો, બિહેવિયરલ ટ્રેનિંગ જેવા વિષયો પર તાલીમ આપવાનો નવતર અભિગમ અપનાવી એક દિવસીય સેમિનાર ‘પહેલ’નું આયોજન કર્યું હતું.

પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ, સૌહાર્દપૂર્ણ બને તેમજ પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે, પ્રજા માટે, પ્રજા પડખે છે” તે ભાવના જનમાનસમાં જાગે તેવા આશયથી વિવિધ વિષય નિષ્ણાતો, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ આ એક દિવસીય સેમિનારમાં સામૂહિક ચિંતન મનન કરશે.

મુખ્યમંત્રીશ્રીએ ‘‘પહેલ’’ સેમિનારનો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર અને અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ગાયહેડ અને ક્રેડાઈ આ સેમિનારના સહયોગી બન્યા છે.

પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ અને સૌહાર્દપૂર્ણ બને તથા ‘પોલીસની પ્રજાના મિત્ર’ તરીકેની ભાવના જનમાનસમાં જાગે તે અંગે એક દિવસીય સેમિનારમાં સામૂહિક ચિંતન-મંથન

મુખ્યમંત્રીશ્રીએ ‘પહેલ’ સેમિનારમાં વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી કામ કરવાની જે દિશા આપી છે, તે દીશામાં પોલીસ વિભાગે ‘પહેલ’ સેમિનાર અને ‘એરિયા એડોપ્શન સ્કિમ’થી વધુ એક કદમ ભર્યું છે.

આ પ્રસંગે અમદાવાદ શહેરના શ્રી મેયર કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે, એરિયા એડોપ્શન સ્કિમમાં અમદાવાદ મહાનગરપાલિકા પણ કદમથી કદમ મિલાવીને પોલીસ વિભાગને પૂરેપૂરો સહકાર આપશે. અમદાવાદ પોલીસ, સ્થાનિક લોકો અને જનપ્રતિનિધીઓ એકસાથે બેસીને ટ્રાફીક સમસ્યાઓ પર પરામર્શ કરી અને તેના ઉકેલ લાવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવે પહેલ અને આસ (AAS) સ્કિમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ૧૫,૦૦૦ પોલીસકર્મીઓને આગામી ૩ મહિના દરમિયાન વિવિધ વિષય નિષ્ણાતો, મનોચિકિત્સકો, પત્રકારો, વકીલો દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવશે.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : નવી યોજના અગ્નિપથને લઈ દેશભરમાં હિંસક પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત

Related posts

પ મી સપ્ટેમ્બરથી શરૂ થતી જિયોની DTH સર્વિસ સોૈ પહેલા CM ના ઘરે શરૂ થશે…

Charotar Sandesh

શક્તિપીઠ પાવાગઢમાં નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરતાં વડાપ્રધાન મોદી

Charotar Sandesh

સ્કૂલમાં બહેનને એડમિશન અપાવવા ભાઈની દાદાગીરી : પ્રિન્સિપાલને ચપ્પુ બતાવ્યું…

Charotar Sandesh