Charotar Sandesh
ઈન્ડિયા

નવી યોજના અગ્નિપથને લઈ દેશભરમાં હિંસક પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત

નવી યોજના અગ્નિપથ

નવીદિલ્હી : સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લવાયેલ અગ્નિપથ યોજના સામે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે, ત્યારે આ પ્રદર્શન જોતા ગૃહ મંત્રાલયે અગ્નિવીરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય આર્મ્‌ડ પોલીસ ફોર્સ તેમજ આસામ રાયફલ્સની ભરતીમાં અગ્નિવીરોને ૧૦ ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરાઈ છે

કેન્દ્રીય આર્મ્સ પોલીસ ફોર્સ અને અસમ રાઇફલ્સની ભરતીમાં અગ્નિવીરોને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય કરાયો છે, સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથને લઇને દેશમાં હિંસક પ્રદર્શન કરાઈ રહ્યા છે, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં યુવાનો રસ્તાઓ પર ઉતરી અગ્નિવીર ભરતીનો વિરોધ-પ્રદર્શન કરાઈ રહ્યા છે, જેને લઈ ગૃહ મંત્રાલયે આ મામલે મોટી જાહેરાત કરી છે.

જેમાં ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય આર્મ્‌ડ પોલીસ ફોર્સ તેમજ આસામ રાયફલ્સની ભરતીમાં અગ્નિવીરોને ૧૦ ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરાઈ છે. ગૃહ મંત્રાલયે અગ્નિવીરો તરીકે સેવા પૂર્ણ કરનાર માટે મહત્તમ વય મર્યાદામાં પણ છૂટની જાહેરાત કરાઈ છે.

ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે અગ્નિવીરોને મહત્તમ વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ અપાશે, અગ્નિપથ યોજના હેઠળ ભરતી અગ્નિવીરોની પહેલી બેંચ માટે મહત્તમ વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ અપાશે, ત્રણ સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરાઈ હતી. સેનામાં અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરાશે, આ યોજનાની જાહેરાત કર્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહે પણ અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરાઈ હતી.

અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષ માટે અગ્નિવીરોની ભરતી થવાની છે, તેમાંથી ૨૫ ટકા અગ્નિવીરોની સેનામાં સ્થાયી કેડરમાં ભરતી કરાશે, રક્ષા મંત્રાલયના મતે અગ્નિપથ યોજના અંતર્ગત યુવાઓને પ્રથમ વર્ષે ૪.૭૬ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળશે. ચોથા વર્ષ સુધી વધીને ૬.૯૨ લાખ સુધી પહોંચી જશે. આ સિવાય અન્ય રિસ્ક અને હાર્ડશિપ ભથ્થા પણ મળશે, ચાર વર્ષની નોકરી પછી યુવાઓને ૧૧.૭ લાખ રૂપિયાની સેવા નિધિ અપાશે, જેના પર કોઇ ટેક્સ લાગશે નહીં.

Other News : વડોદરામાંથી ગુજરાતને એક જ દિવસમાં રૂ. ૨૧ હજાર કરોડના વિકાસ કામોની ભેટ ધરતા PM નરેન્દ્ર મોદી

Related posts

જય શ્રીરામ : મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના…

Charotar Sandesh

કોવિશીલ્ડ લીધા બાદ એન્ટીબોડી ન બનતા અદાર પૂનાવાલા સહિત ૭ લોકો વિરૂદ્ધ કોર્ટમાં અરજી…

Charotar Sandesh

જોર કા ઝટકા ધીરે સે..! જીએસટી દરોમાં ધીમે-ધીમે કરાશે વધારો…

Charotar Sandesh