Charotar Sandesh
ગુજરાત

કથિત લઠ્ઠાકાંડ મામલે CM અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ : આપ નેતા ઈસુદાન ગઢવી

કથિત લઠ્ઠાકાંડ

અમદાવાદ : ગુજરાતમાં કથિત લઠ્ઠાકાંડની ઘટના બોટાદ, બરવાળા અને અમદાવાદ જિલ્લાના જે ગામોમાં બની છે, તે ગામના લેટર પેડ પર મહિનાઓ પહેલા લખીને આપેલ હતું કે, અહીંયા ખુબ દારૂ વેચાય છે. લઠ્ઠાકાંડ થવાની શક્યતાઓ છે, ખુબ ઝગડાઓ થાય છે, છતાંય સરકાર તરફથી તેના વિરુદ્ધ કોઈ પગલાં ભરાયા નથી.

આ ઘટના ગુજરાતમાં પહેલીવાર ઘટી નથી. જ્યારથી ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું છે, ત્યારથી દર વર્ષે લઠ્ઠાકાંડની ઘટના સામે આવે છે અને લોકોના મોત થાય છે. ૧૨ જેટલા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યાં છે.અમદાવાદ સિવિલના તબીબો દ્વારા તેમને ડાયાલિસિસ સહિતની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. તેમની તબિયત સ્ટેબલ થયા બાદ પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવશે. હાલ તેમને ઇમરજન્સી આઈસીયુમાં રખાયા છે. તેમજ અન્ય કેટલાક દર્દીને પણ થોડા સમયમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ૧૨ લોકોને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે

રાજ્યમાં બનેલ ચકચારી કથિત લઠ્ઠાકાંડ મામલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતમાં ખુબ જ દુઃખદ ઘટના ઘટી છે. લઠ્ઠાકાંડના કારણે ૨૫થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને હજી ૨૦ જેટલા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. આ ઘટનામાં સંપૂર્ણ બેદરકારી ભાજપ સરકારની છે. આ ઘટના પરથી ખબર પડે છે કે, ભાજપને સરકાર ચલાવતા આવડતી નથી. લોકોની સુરક્ષા જાળવતા આવડતી નથી. હું ગુજરાતની સલામતી માટે ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટી વતી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનું નૈતિકતા ધોરણે રાજીનામું માંગુ છું.

Other News : લઠ્ઠાકાંડને લઈ રાજકારણ ગરમાયું : દિલ્હીના CM કેજરીવાલ આજે ભાવનગરની હોસ્પિટલની મુલાકાત લેશે

Related posts

ગુજરાતમાં અત્ર-તત્ર સર્વત્ર વરસાદ : સૌથી વધુ લોધિકામાં ૮ ઇંચ વરસાદ

Charotar Sandesh

કોંગ્રેસના વિવાદ બાદ અમદાવાદ એરપોર્ટનું બોર્ડ બદલાયું, હવે સરદાર પટેલનું બોર્ડ લાગ્યું…

Charotar Sandesh

ગુજરાત : દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૩-૧૨-૨૦૨૪, શુક્રવાર

Charotar Sandesh