Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના ચકચારી કેમિકલ કાંડમાં મોત સામે ૧૫ દર્દીઓ જંગ જીત્યા, હસતા મોઢે બહાર નીકળ્યા

બોટાદ કેમિકલ કાંડ

બોટાદ કેમિકલ કાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેમજ ઘણા લોકોને ઝેરી કેમિકલની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

અમદાવાદ : બોટાદ અને ધંધુકા પંથકમાં સર્જાયેલ ઝેરી કેમિકલ કાંડની ઘટનામાં અસરગ્રસ્ત એવા ૧૦૦થી વધુ લોકોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા, જેમાં અત્યાર સુધીમાં ૧૯ લોકોના સારવાર દરમ્યાન મોત નિપજી ચુક્યા છે. જ્યારે સારવાર દરમ્યાન સ્વસ્થ બનેલા ૧૫ દર્દીઓને આજે હોસ્પિટલમાથી રજા અપાઈ હતી.

હવે ક્યારેય દારૂ ને હાથ નહિ લગાડે એવું દર્દીઓના મુખે સાંભળવા મળ્યું

સમગ્ર ગુજરાત માં ખૂબ જ ચકચાર મચાવનાર બોટાદ કેમિકલ કાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં બોટાદ ના અનેક ગામો માં લોકોને ઝેરી કેમિકલની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં ભાવનગર ની સિવિલ હોસ્પિટલ ખાતે પણ ૧૦૦થી વધુ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે તમામ અસરગ્રસ્ત લોકોને ડોકટરોની ટીમ દ્વારા જરૂરિયાતના તમામ સાધનો મંગાવી ખુબ સારી કહી શકાય એવી સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કુલ ૧૯ લોકોના સારવાર દરમ્યાન મોત નીપજ્યા હતા.

સારવાર લઈને બહાર આવી રહેલા દર્દીઓના મુખ પર એક પ્રકારે નવજીવનની ખુશી જોવા મળી હતી. તેમજ હવે ક્યારેય દારૂ ને હાથ નહિ લગાડે એવું દર્દીઓ ના મુખે સાંભળવા મળ્યું હતું.

Other News : હિન્દી ઓછું જાણવાને કારણે ભૂલ થઈ : કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી

Related posts

ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે દેશભરમાં ગુજરાત પ્રથમ : કુલ ઉત્પાદનમાં પ્રદાન ૧૭ ટકા…

Charotar Sandesh

૧ માર્ચથી રાજ્યમાં કોરોના સામે રસીકરણનો બીજો તબક્કો શરૂ થશે…

Charotar Sandesh

ડુંગળીના ભાવો ૨ જ દિવસમાં ૫૦ ટકા ઘટી જતા ખેડૂતોમાં રોષ…

Charotar Sandesh