Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પેટલાદ સિવિલમાં ડૉક્ટરોએ લેપ્રોટોમી દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી બે કિલોથી વધુની ગાંઠનું સફળ ઓપરેશન કર્યું

સરકારી હોસ્પિટલ (government hospital)

પીએમજય યોજના હેઠળ વિનામૂલ્યે અપાઈ સારવાર ::દર્દીના પરિવારજનોએ ડૉક્ટરોનો માન્યો આભાર

દર્દીને તાત્કાલિક આયુષ્માન કાર્ડ (ayusman card) પણ હોસ્પિટલ દ્વારા કાઢી આપવામાં આવ્યું

આણંદ : પેટલાદ (શ્રી સયાજી)  હોસ્પિટલમાં ડૉક્ટરોએ લેપ્રોટોમી દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી બે કિલોથી વધુની ગાંઠનું સફળ ઓપરેશન કરી નવજીવન બક્ષી સરકારી હોસ્પિટલ (government hospital) માં ઉમદા અને શ્રેષ્ઠ સારવારનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડયું છે.

બોરસદ તાલુકાના બોદાલની ૪૪ વર્ષીય મહિલા SS હોસ્પિટલ, પેટલાદમાં ગર્ભાશયની ગાંઠના ઓપરેશન માટે આવ્યા હતા. આ મહિલાને બે ચાર મહિનાથી માસિક આવવાની તકલીફ હોવાથી તેઓ પહેલા બોરસદની ખાનગી હોસ્પિટલ ત્યાંથી તેઓ અન્ય ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ગયા હતા. પરંતુ દર્દીને સંતોષકારક સારવાર ન મળવાને કારણે આ મહિલા દર્દી Government Hospital Petladમાં દાખલ થયા હતા.

દર્દીના લોહીની ટકાવારી ખુબ જ ઓછી હોવાથી  હોસ્પિટલના નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ લોહીની ૪ બોટલ ચઢાવીને તેમને રજા આપ્યા બાદ ફરીથી  જોખમી ગર્ભાશયની ગાંઠના ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા.

મહિલા દર્દીના પુત્રએ જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલમાં આ સારવાર કરાવી હોત તો રૂપિયા ૫૦ હજાર સુધીનો ખર્ચ થઈ જાત જે રકમ બચી ગઈ છે. ઉપરાંત પીએમજય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ મળતા  હવે અમારા પરીવારને રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર ખાનગી હોસ્પિટલમાં પણ મળી રહેશે. પેટલાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફે પરિવારજનની જેમ મારી માતાની સારવાર કરી છે. તેમણે ડૉક્ટરની સમગ્ર ટીમ અને મફત સારવાર બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

Other News : આણંદમાં એસટી બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી : પાસ ધરાવતા મુસાફરોમાં રોષ

Related posts

કોંગ્રેસ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત

Charotar Sandesh

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતાના મતવિસ્તારમાં સભ્ય નોંધણી પ્રારંભ કરાવ્યો…

Charotar Sandesh

Breaking : આર્થિક સંકળામણને કારણે સામુહિક આપઘાત, માતા-પુત્રનું મોત, પુત્રીનો બચાવ…

Charotar Sandesh