આણંદ : કોરોના લોકડાઉન બાદથી કેટલીક લોકલ અને મેમુ ટ્રેનો બંધ કરાઈ હતી, જેને લઈ ગરીબ-મધ્યમ વર્ગ વધુ નાણાં ખર્ચીને ખાનગી વાહનો કે સુપરફાસ્ટમાં વધુ પૈસા ખર્ચીને મુસાફરી કરતા હતા.
મેમુ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાતા ખુશી પ્રવર્તી છે
જો કે આગામી ૫મી ઓગષ્ટથી ૧૭ ઓગષ્ટ વચ્ચે બંધ કરાયેલ ૧૦ જેટલી મેમુ ટ્રેનો રાબેતા મુજબ શરૂ થશે, મેમુ-લોકલ ટ્રેનો ફરી શરૂ થશે તો નાના ફેરિયાઓ, અપડાઉન કરતા નોકરીયાતો સહિત ગામડાઓમાં વેપાર કરવા જતાં લોકોને તેનો લાભ મળશે.
કણજરી-બોરીઆવીથી દૈનિક ૧૫૦ વધુ વેપારીઓ, જયારે અમદાવાદ-વડોદરા જવા માટે મધ્યમ-ગરીબ વર્ગના લોકો, નોકરીયાત વર્ગ મેમુ ટ્રેનનો ઉપયોગ વધુ કરે છે, ખાસ કરીને તહેવાર પર તો મેમુ ટ્રેનમાં દૈનિક ૫ હજારથી વધુ લોકો અવરજવર કરતાં હોય છે, જેથી મેમુ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાતા ખુશી પ્રવર્તી છે.
Other News : આંકલાવના ભેંટાસીમાંથી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ : કેમિકલ સહિતનો જથ્થો મળતાં મામલો ગંભીર બન્યો