Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તા. ૬ ડિસેમ્બરના રોજ આણંદ જિલ્લાના આ ગામો ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

વિવિધ યોજનાઓના લાભો સ્થળ પર થી જ મેળવી લેવા અનુરોધ

આણંદ : વિકસિત ભારત સંકલ્પ યાત્રા આણંદ જિલ્લામાં ગામે ગામ પરિભ્રમણ કરી રહી છે અને ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો ગ્રામજનો મેળવી રહ્યા છે આ ઉપરાંત વિવિધ યોજનાઓના સ્ટોલ્સ ગામ ખાતે રાખવામાં આવે છે જેના માધ્યમથી પણ ગ્રામજનો જાણકારી મેળવી રહ્યા છે માર્ગદર્શન મેળવી રહ્યા છે.

આજે સાતમા દિવસે તા. ૬ ડિસેમ્બર બુધવારના રોજ આણંદ તાલુકામાં સવારના સમયે ૧૧-૦૦ કલાકે વાંસખીલીયા ગામે અને બપોર બાદ ૧૫-૦૦ કલાકે નાપાડ તળપદ ગામે, બોરસદ તાલુકાના બનેજડા અને બપોર બાદ કાંધરોટી ગામે, પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામે અને બપોર બાદ  અરડી ગામે, સોજીત્રા તાલુકાના  બાલિન્ટા ગામે અને બપોર બાદ પલોલ ગામે, ખંભાત તાલુકાના મેતપુર ગામે અને બપોર બાદ  શકરપુર ગામે, ઉમરેઠ તાલુકાના ધોળી ગામે અને બપોર બાદ  ધુળેટા ગામે, આંકલાવ તાલુકાના ગંભીરા ગામે અને બપોર બાદ બામણગામ ગામે તેવી જ રીતે તારાપુર તાલુકાના  જીચકા ગામે અને બપોર બાદ ગોરાડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચશે અને ગામો ખાતે જ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સવારના ૧૧-૦૦ કલાકે પ્રથમ ગામ ખાતે અને બપોર બાદ ૩-૦૦ કલાકે બીજા ગામ ખાતે રથ પહોંચે છે. રથના માધ્યમથી ગ્રામજનોને ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવાની સાથે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમના ગામ ખાતેથી જ આપવામાં આવી રહયાં છે. જેને ધ્યાને લઈ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમથી ગ્રામજનોને સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Other News : આણંદ તાલુકાના નાવલી રિસોર્સ રૂમ ખાતે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવામાં આવ્યો

Related posts

ચરોતર 6 ગામ પાટીદાર સમાજ પ્રગતિ મંડળ આણંદની 46 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Charotar Sandesh

ઓવરટેક મામલે બાઈકચાલક પર હુમલો કરતા આણંદ MLAના બંને દિકરાઓ સામે પોલિસે ગુનો નોંધ્યો

Charotar Sandesh

આણંદ અને પેટલાદ તાલુકાના કેટલાંક વિસ્‍તારોને Containment Area તરીકે જાહેર કરાયા

Charotar Sandesh