Charotar Sandesh
ગુજરાત

ગ્રેડ પે મામલે રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કર્યું : જુઓ કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ-ASIનો પગાર વધારો કેટલો ?

રાજ્ય સરકારે ગ્રેડ પે

ગાંધીનગર : રાજ્ય સરકારે ગ્રેડ પે (gradpe) આંદોલનનો સુખદ અંત લાવ્યો છે, જેમાં પોલીસ ગ્રે પેડ મામલે રૂ.૫૫૦ કરોડનું પેકેજ મંજૂર કરાયું છે, હવે ગુજરાતના પોલીસ કર્મચારીઓ (police) ના પગારમાં વધારો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્‌વીટ કરીને આ નિર્ણય જાહેર કર્યો છે. જે બાદ સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીના પગારના વધારા અંગે વિગતવાર માહિતી આપી હતી.

  • પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો કરાયો
  • પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હવે ૪ લાખ ૧૬ હજાર, આ અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર ૩ લાખ ૬૩ હજાર હતો
  • હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર ૪,૯૬,૩૯૪ રૂ. કરાયો
  • જ્યારે ASIના પગાર વધારી ૫,૮૪,૦૯૪ થયો
  • બીજી તરફ
  • LRB અને ASIનો નવો પગાર હવે ૩ લાખ ૪૭ હજાર ૨૫૦ રૂપિયા કરાયો
  • પોલીસ કોન્સ્ટેબલનો પગાર ૩ લાખ ૬૩ હજાર ૬૬૦ રૂપિયા હતો, હવે વધારી પગાર ૪ લાખ ૧૬ હજાર ૪૦૦ રૂપિયા કર્યો
  • પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર (police constable salary) ૪ લાખ ૩૬ હજાર ૬૫૪ રૂપિયા હતો, ત્યારે હવે પગાર ૪ લાખ ૯૫ હજાર ૩૯૪ રૂપિયા થયો
  • ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ ગ્રેડ પે મામલે જણાવેલ કે, તમારા સૌ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, સીએમે મોટું મન રાખી પોલીસ કર્મચારીઓ માટે ૫૫૦ કરોડથી વધુની ફાઇલ મંજૂર કરાઈ છે. દેશ આખો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે પોલીસે દેશની અખંડતા જાળવી રાખી છે.
  • આ સાથે ભાજપ અધ્યક્ષ CR પાટીલે ટ્‌વીટ કરી જણાવેલ કે, ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વ્યવસ્થાપન રહે એ માટે પોલીસકર્મીઓ સતત ખડેપગે રહે છે. પોલીસ કર્મીઓ અને એમનાં પરિવારજનોની સુખાકારી અને કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરાયું છે.

Other News : તિરંગા યાત્રામાં ઢોરની ધમાલ ! આજે મુખ્યમંત્રી પટેલના કાફલામાં બે આખલા ઘૂસ્યા, અકસ્માત ટળ્યો

Related posts

મે કહ્યું હતું કોંગ્રેસની કબર પર છેલ્લો ખીલ્લો ઠોકવાની આ ચૂંટણી છે : રૂપાણી

Charotar Sandesh

રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો : કડક નિયંત્રણો સાથે વધુ ૭ શહેરો સહિત ૩૬ શહેરોમાં મિની લોકડાઉન જાહેર…

Charotar Sandesh

બર્ડ ફલૂને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જિલ્લા અને કોર્પોરેશન આરોગ્ય અધિકારીઓને પત્ર…

Charotar Sandesh