Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો ૫૨૪૩મો જન્મોત્સવ રાસની રમઝટ સાથે ઊજવાયો

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ

સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાયો, રાસની રમઝટ અને મટકીફોડના કાર્યક્રમો યોજાયા

વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ (vadtal mandir) ખાતે શ્રીકૃષ્ણ ભગવાનનો ૫૨૪૩ મો જન્મોત્સવ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહરાજના અને સંતો ભક્તોએ સાથે મળીને ખૂબજ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો.

શ્રીકૃષ્ણ પરમાત્માના અવતરણ પૂર્વે શાસ્ત્રી શ્રીગુણસાગર સ્વામી વિરસદવાળાએ વ્યાસાસને બિરાજી કૃષ્ણચરિત્રામૃત કથાનું હજારો હરિભક્તોને રસપાન કરાવ્યું હતું . વડતાલ મંદિરના વિદ્યાર્થીઓ , સેવકો , સંતો , પાર્ષદો અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ રાસની રમઝટ બોલાવી હતી.

વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે , શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી … સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી ખૂબજ આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામીનો પણ જન્મદિવસ છે.

ખેડા જિલલાના યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર (vadtal swaminarayan mandir) માં પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ હતી . શ્રીકૃષ્ણ પરમાત્માના અવતરણ પૂર્વે મંદિરના ચોગાનમાં નાના ભૂલકાંઓ ધ્વારા રજુકરવામાં આવેલ મણીયારો રાસ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો . યુવાસંતો , પાર્ષદો પાઠશાળાના વિદ્યાથીઓ સહિત મંદિરના વિદ્યાર્થીઓએ રાસની રમઝટ બોલાવી હતી આ સમયે હાજર સૌ હરિભક્તો ડી.જે.ના તાલે ઝૂમી રહ્યા હતા. પ્રભુના પ્રાગટ્ય ઉત્સવમાં દેવરાજ ઈન્દ્ર પણ મનમૂકીને વરસી રહ્યા હતા . બહેનો વિભાગમાં બહેનોએ રાસની રમઝટ લીધી હતી.

આરતી બાદ પ્રભુના વધામણાં કરવા માટે મંદિર પરિસર તથા ચોગાનમાં સંતો ધ્વારા ૪૫૦ કીલો ચોકલેટની ઉછામણી કરી હતી . વડતાલના યુવાનો ભક્તો તથા સેવકો ધ્વારા ચોગાનમાં પીરામીડ બનાવી નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકીનાં નાદ સાથે મટકીઓ ફોડી માખણ મીસરી લૂંટી હતી . આ પ્રસંગે ઉપસ્થિત હરિભક્તોએ પંચાજીરીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી . જન્માષ્ટમી પર્વની ઉજવણી પ્રસંગે શા.નૌતમપ્રકાશદાસજી સંસ્કૃત પાઠશાળાના હરિઓમ સ્વામીએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું .સમગ્ર વ્સવ્સથા શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી , એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

Other News : આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના PI એક્શનમાં : આડેધડ લારીઓ ઉભી કરતાં લોકોને કડક સુચના અપાઈ

Related posts

સાવધાન : આણંદ-તારાપુરમાં ગરબા જોવા ગયેલ પરિવારના ઘરમાંથી ૩.૭૬ લાખની ચોરી થતા ચકચાર

Charotar Sandesh

પ્રતિબંધીત ચાઇના માંઝા દોરીના રીલ નંગ ૨૬ કિ.રૂ.૩૫૦૦ મુદ્દામાલ સાથે આરોપીને શોધી કાઢતી ડાકોર પોલીસ

Charotar Sandesh

ઉમરેઠમાં વર્ષો જૂનો ધાર્મિક વડ કાપી નાખતા સર્જાયો એક નવો  વિવાદ ઃ વિપક્ષનો હોબાળો

Charotar Sandesh