Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

પ્રતિબંધીત ચાઇના માંઝા દોરીના રીલ નંગ ૨૬ કિ.રૂ.૩૫૦૦ મુદ્દામાલ સાથે આરોપીને શોધી કાઢતી ડાકોર પોલીસ

ચાઇના માંઝા

નડિયાદ : ખેડા – નડીઆદ જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક, નડીઆદ વિભાગ નાઓએ આગામી ઉતરાયણના તહેવાર નિમિત્તે પો.સ્ટે વિસ્તારમાં છાની છુપીથી ચાલતી ચાઈનીજ માંઝા / પ્લાસ્ટીકની દોરીની ખરીદુ, વેચાણ, સગ્રહ કે હેરાફેરી બાબતે માહિતી મળે તો ત્વરીત કાર્યવાહી કરવા સુચનો આપેલ હોય અને તે અન્વયે ડાકોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરશ્રી વી.ડી.મંડોરા સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી એ.એસ.ચૌધરી નાઓએ પોલીસ સ્ટાફના માણસોને કાર્યવાહી કરવા સમજ કરેલ હોય.

તે અન્વયે તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ એ.એસ.આઈ.અર્જુનસિંહ બલુસિંહ બ.નં.૦૧૧૨ અ.હેડ.કો.મુકેશભાઈ રઇજીભાઈ તથા અ.હેડ.કો.દેવેન્દ્રસિંહ રણજીતસિંહ બ.ન.૦૭૭૧ તથા અ.હેઙકો.હાર્દીકભાઈ છોટુભાઈ બ.ન.૦૯૩૫ તથા અ.પો.કો ઘનશ્યામભાઈ રતેસિંહ બ.ન.૧૦૬૮ એ રીતેના પોલીસ માણસો ખાનગી વાહનોમાં ડાકોર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા અને ફરતા ફરતા ડાકોર વડાબજાર આવતા તે દરમ્યાન અ.હેઙ.કો.મુકેશભાઈ રઈજીભાઈ નાઓની બાતમી આધારે ડાકોર નવી નગરી ડુગરાભાગોળમાં રહેતો જીતેન્દ્રભાઈ ચુનીલાલ વસાવા નાઓને MONOSKY NINJA ના માર્કાવાળા પ્લાસ્ટીક રેપર ચોટાડેલ ચાઈનીઝ માંઝા / પ્લાસ્ટીકની દોરીના રીલ નંગ ૦૯ મળી આવેલ, જે એક નંગની કિ.રૂ.૨૦૦/- લેખે ૦૯ નંગની કિ.રૂ.૧૮૦૦/- તથા WILSON ના માર્કાવાળા પ્લાસ્ટીક રેપર ચોટાડેલ ચાઈનિઝ માંઝા / પ્લાસ્ટીકની દોરીના રીલ નંગ ૧૭ મળી આવેલ.

જે એક નંગની કિ.રૂ.૧૦૦/- લેખે ૧૭ રીલના રૂ. ૧૭૦૦/- મળી કુલ્લે નંગ.૨૬ કુલ્લે કિ.રૂ.૩૫૦૦/- ના મુદ્દામાલ સાથે શોધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરતી ડાકોર પોલીસ

Other News : આણંદ ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

Related posts

આણંદ જિલ્લામાં આજે વધુ બે કોરોના પોઝીટીવ કેસ : જુઓ કુલ એક્ટિવ કેસ કેટલા ?

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાનો કેર વધતા વધુ બે ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન આપ્યું…

Charotar Sandesh

ગણેશ ચતૂર્થીમાં મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોનો ધસારો

Charotar Sandesh