Charotar Sandesh
સ્પોર્ટ્સ

આજે રવિવારે એશિયા કપમાં India-પાકિસ્તાન વચ્ચે જંગ : જુઓ બંને ટીમના સંભવિત પ્લેઈંગ-૧૧

ભારત અને પાકિસ્તાન મેચ

ન્યુ દિલ્હી : એશિયા કપ-૨૦૨૨ (Asia cup 2022) માં હાઈવોલ્ટેગ મેચો શરૂ થઈ ગઈ છે, પ્રથમ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા-અફઘાનિસ્તાન (srilanka-Afghanistan) વચ્ચે રમાઈ હતી.

ત્યારે આજે રવિવારે ૭.૩૦ કલાકે ભારત અને પાકિસ્તાન (india pakistan match) વચ્ચે મેચ રમાશે, જેને લઈ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ બંને ટીમ ૨૦૨૧ ના ટી-૨૦ વર્લ્ડ કપ (T20 world cup) બાદ આજે ફરી આમને-સામને ટકરાશે

આ મેચમાં બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-૧૧ની વાત કરીએ તો, ભારતની ટીમમાં બેટર રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ તેમજ વિકેટ કિપરમાં રિષભ પંત, ઓલ રાઉન્ડરમાં હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન અને બોલર તરીકે યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વરકુમાર, અર્શદીપ સિંહ મેચમાં રહી શકે છે.

બીજી તરફ પાકિસ્તાનની ટીમમાં વિકેટકીપરમાં મોહમ્મદ રિઝવાન, બેટરમાં બાબર આઝમ, ફખર ઝમન, ઈફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, જ્યારે ઓલરાઉન્ડરમાં મો.નવાઝ, શાદાબ ખાન, બોલર તરીકે હારિસ રઉફ, શહનવાઝ દહાની, નસીમ શાહ રહી શકે છે.

Other News : પીએમ મોદીના હસ્તે સાબરમતી નદી પર રૂ. ૭૪ કરોડના ખર્ચે બનેલ અટલ બ્રિજનું લોકાર્પણ, જુઓ તસ્વીરો

Related posts

સરફરાઝને કેપ્ટન પદેથી હટાવો : કોચ મિકી આર્થર

Charotar Sandesh

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નઈ પહોંચી, કેપ્ટન હિટમેને શેર કર્યો વીડિયો…

Charotar Sandesh

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ આઈસીસી ટીમ ઓફ ધ ડેકેટની જાહેરાત કરી…

Charotar Sandesh