Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ૬૯ ઉમેદવારો મેદાનમાં : આણંદ બેઠક ઉપર જુઓ કયા કયા પક્ષ મેદાને અને ઉમેદવારો

વિધાનસભા બેઠકો

Anand : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર હોઈ આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે કુલ મળી ૧૫૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા ૩૨ ઉમેદવારી પત્રો રદ થયા હતા. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસો દરમિયાન ત. ૧૯ મી ના રોજ તમામ મતદાર વિભાગના કુલ મળી ૩ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે તા. ૨૧/૧૧/૨૦૨૨ના રોજ જિલ્લાના ૭ મતદાર વિભાગોમાં કુલ મળી ૧૨ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે જિલ્લાના ચૂંટણી જંગમાં કુલ મળી ૬૯ ઉમેદવારો રહ્યા છે.

Anand જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ખંભાતમાં ૧૧, બોરસદમાં ૦૮, આંકલાવમાં ૦૭, ઉમરેઠમાં ૧૨, આણંદમાં ૧૫, પેટલાદમાં ૦૮ અને  સોજીત્રામાં ૦૮ સહિત કુલ ૬૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે

૧૧૨-આણંદ વિધાનસભા મતવિભાગ

ક્રમઉમેદવારનું નામપક્ષનું નામ
અલ્પેશકુમાર જયંતીભાઈ મકવાણા (અપ્પુ)બહુજન સમાજ પાર્ટી
કાંતિભાઈ સોઢા પરમાર (ભગત)ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
યોગેશ આર.પટેલ (બાપજી)ભારતીય જનતા પાર્ટી
અરવિંદકુમાર અમરશીભાઈ ગોલરાષ્ટ્રીય હિંદ એકતા દળ
મૌલિક વિનુભાઈ શાહભારતીય નેશનલ જનતા દળ
ગણપતભાઇ જેસંગભાઈ વાઘરીલોગ પાર્ટી
સેડલીયા ગિરીશકુમાર હિંમતલાલઆમ આદમી પાર્ટી
જાનકીબેન દિનેશભાઈ પટેલઅપક્ષ
તોફીકમીયા ફકરુમીયા મલેકઅપક્ષ
૧૦તોસીફભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા (હાફેજી)અપક્ષ
૧૧જતીનકુમાર દિનેશચંદ્ર દવેઅપક્ષ
૧૨પ્રતિમાબેન શૈલેષભાઈ પરમારઅપક્ષ
૧૩વિજયભાઈ શાંતિલાલ જાદવઅપક્ષ
૧૪વિપુલકુમાર બિપીનભાઈ મેકવાનઅપક્ષ
૧૫સર્ફરાજ હુસેનખાન પઠાણ (એસ.કે.)અપક્ષ

Other News : આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગમાં કુલ મળી ૧૫ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા

Related posts

આણંદ જિલ્લામાં ૬૯ ઉમેદવારો મેદાનમાં : ખંભાત-બોરસદ બેઠક ઉપર જુઓ કયા કયા પક્ષ મેદાને અને ઉમેદવારો

Charotar Sandesh

એસીબીની સફળ ટ્રેપ : ઉમરેઠના નાયબ મામલતદાર ૨.૨૫ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

Charotar Sandesh

આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સમગ્ર આણંદ જિલ્લાંમાં હથિયારબંધી…

Charotar Sandesh