આણંદ જિલ્લાની ૭ બેઠકો ઉપર પમી ડીસેમ્બરના રોજ મતદાન થશે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની ૭ બેઠકો ઉપર તા. પમી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. મતદાનની આ પ્રક્રિયા દરમિયાન ચૂંટણીલક્ષી કાર્ય સાથે જોડાયેલા જિલ્લાના સાતેય મતદાર વિભાગના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી-કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતુ.
આણંદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ પોસ્ટલ બેલેટથી મતદાનમાં જિલ્લાના તમામ મતદાર વિભાગના પોલીસ, હોમગાર્ડ અને એસ. ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોસ્ટલ બેલેટ થી મતદાન કરી તેમની ફરજ અદા કરી હતી. પેટલાદના નાયબ પોલીસ અધિક્ષક પી.કે.દીવોરાએ ઉપસ્થિત રહી તેમનો કિંમતી મત આપ્યો હતો.
આણંદ જિલ્લાના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના ૩૦૧૫ અધિકારી-કર્મચારીઓ પૈકી ૨૩૭૭ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી તેમની ફરજ અદા કરી હતી. સાતેય મતદાર વિભાગના અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કરેલ મતદાન પૈકી ખંભાત મતદાર વિભાગના ૫૪૯ પૈકી ૪૫૪, બોરસદ મતદાર વિભાગના ૮૫૮ પૈકી ૬૮૮, આંકલાવ મતદાર વિભાગના ૨૨૮ પૈકી ૧૯૪, ઉમરેઠ મતદાર વિભાગના ૪૬૦ પૈકી ૩૬૦, આંણંદ મતદાર વિભાગના ૩૦૮ પૈકી ૨૫૦, પેટલાદ મતદાર વિભાગના વિભાગના ૪૫૩ પૈકી ૩૦૫ અધિકારી-કર્મચારીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Other News : પીએમ મોદીએ સુરતમાં ૨૮ કિમી જેટલો મેગા રોડ શો યોજ્યો : મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા