સિનેમાઘરમાં તોડફોડ કરનાર યુવાનોને પોલીસે કાયદાનું ભાન કરાવી કાર્યવાહી હાથ ધરી
સુરતમાં વીએચપી દ્વારા ફિલ્મના બેનર ફાડી વિરોધ કરાયો
સુરત : આગામી ફિલ્મ પઠાણને લઈ વિવાદ ઉભો થયો છે, ત્યારે ગુજરાતમાં વિરોધ યથાવત રહેવા પામેલ છે, જેમાં સુરત શહેરમાં રાંદેર રોડ ઉપર આવેલ રૂપાલી ટોકીઝ ખાતે કેટલાક યુવાનોએ પઠાણ ફિલ્મની સ્ટેન્ડી, મોટા બેનરો ફાડી તોડફોડ કરવામાં આવેલ, જેમાં પોલીસે કાયદાનું ભાન કરાવી રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે.
વધુમાં, આગામી સમયમાં રિલીઝ થનાર પઠાણ (pathan) ફિલ્મમાં ભગવા કલરને બેશરમ રંગ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવાના વિરોધ સાથે હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે.
Other News : ગ્રીષ્માકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ : ઉમરેઠમાં ઉશ્કેરાયલા યુવકે યુવતીનું ગળું કાપી ઘાયલ કરી