અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
આણંદ : જિલ્લામાં આવેલ જાહેર – ખાનગી હોટલ, ગેસ્ટહાઉસ, લોજ તેમજ ધર્મશાળાઓમાં મુલાકાતી, મહેમાનો, યાત્રાળુઓ રોકાણ કરે છે. જે વ્યકિતઓ પૈકી કેટલાક આતંકવાદી ભાંગફોડીયા પ્રવૃત્તિ કરી આતંક ફેલાવવા સક્રિય થાય છે. આવા રાષ્ટ્રવિરોધી તત્વો સરળતાથી ચોકકસ જગાએ રોકાઇ લોકોમાં ભય અને આતંકની લાગણી ફેલાવી, પોતાને ઉપયોગી માહિતી, હકીકતો, દસ્તાવેજો, ફોટોગ્રાફ એકઠા કરી સ્થાનિક સંપર્કો શોધી જતા રહે છે.
તેઓના રેકર્ડ અંગે કોઇ માહિતી ઉપલબ્ધ થતી નથી અને તેઓના રેકર્ડ રજિસ્ટરોમાં નોંધવામાં આવતા નથી. આવાં તત્વોની ઓળખ થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લામાં આવેલ તમામ જાહેર અને ખાનગી હોટલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ એન્ડ બોર્ડીંગમામાં રોકાણ કરનાર વ્યકિતઓ અંગે સંચાલકોને રેકર્ડની નિયમિત રીતે નોંધણી કરવા હુકમ ફરમાવેલ છે.
આ હુકમ તા. ૦૬/૦૮/૨૦૨૩ સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
Other News : આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ-ટયુશન કલાસના સંચાલકો જોગ : જાહેરનામું પ્રસિદ્ધ