Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના જાહેર – ખાનગી હોટલ, ગેસ્ટ હાઉસ, લોજ, ધર્મશાળાના સંચાલકોએ મુલાકાતીઓનું રેકર્ડ નિભાવવું

જાહેર - ખાનગી હોટલ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

આણંદ : જિલ્લામાં આવેલ જાહેર – ખાનગી હોટલ, ગેસ્ટહાઉસ, લોજ તેમજ ધર્મશાળાઓમાં મુલાકાતી, મહેમાનો, યાત્રાળુઓ રોકાણ કરે છે. જે વ્યકિતઓ પૈકી કેટલાક આતંકવાદી ભાંગફોડીયા પ્રવૃત્તિ કરી આતંક ફેલાવવા સક્રિય થાય છે. આવા રાષ્ટ્રવિરોધી તત્વો સરળતાથી ચોકકસ જગાએ રોકાઇ લોકોમાં ભય અને આતંકની લાગણી ફેલાવી, પોતાને ઉપયોગી માહિતી, હકીકતો, દસ્તાવેજો, ફોટોગ્રાફ એકઠા કરી સ્થાનિક સંપર્કો શોધી જતા રહે છે.

તેઓના રેકર્ડ અંગે કોઇ માહિતી ઉપલબ્ધ થતી નથી અને તેઓના રેકર્ડ રજિસ્ટરોમાં નોંધવામાં આવતા નથી. આવાં તત્વોની ઓળખ થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લામાં આવેલ તમામ જાહેર અને ખાનગી હોટલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ એન્ડ બોર્ડીંગમામાં રોકાણ કરનાર વ્યકિતઓ અંગે સંચાલકોને રેકર્ડની નિયમિત રીતે નોંધણી કરવા હુકમ ફરમાવેલ છે.

આ હુકમ તા. ૦૬/૦૮/૨૦૨૩ સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

Other News : આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ-ટયુશન કલાસના સંચાલકો જોગ : જાહેરનામું પ્રસિદ્ધ

Related posts

આણંદ શહેર અને કરમસદના આ વિસ્તારોને કન્ટેનમેન્ટ (Containment Area) એરિયા જાહેર કરાયા

Charotar Sandesh

સરદાર રાજમાર્ગ પર સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાડુરંગ આઠવલે ચોકનું લોકાર્પણ થયું

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ફૂટપાથ પર રાતવાસો કરતાં દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ કરાયું

Charotar Sandesh