Charotar Sandesh
ગુજરાત

વ્યસન, ફેશન-દેખાદેખી અને લગ્ન-પ્રસંગના બિનજરૂરી ખર્ચા ઓછા કરવા પાટીદારના ૩૬ સમાજનો નિર્ણય

પાટીદારના સમાજ

મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની યોજાયેલ આત્મચિંતન શિબિરમાં અમૂલના ચેરમેન, ધારાસભ્ય સહિત ૧૨૫ અગ્રણીઓ હાજર રહ્યા

આજના સમયમાં સામાજીક દૂષણમાં વધારો થતાં વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા નવતર પહેલો કરાઈ રહી છે, ત્યારે મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા વ્યસનની લત તેમજ ફેશનના બિનજરૂરી ખર્ચા ઘટે તેને લઈ લગ્નમાં કાઢવામાં આવતા વરઘોડાને તાત્કાલિક બંધ કરવા નિર્ણય લેવાયો છે, આ માટે ગામેગામ કમિટીની રચના કરાશે, આ સાથે નડિયાદ પીપલગ ચોકડી સ્થિત પ્રમુખ સ્વામી સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલ આત્મચિંતન શિબિરમાં ૩૬ સમાજના કુલ ૧૨૫ અગ્રણીઓ મળ્યાં હતાં.

આ બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણી હિતેશ પટેલે જણાવેલ કે, લગ્ન-પ્રસંગમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે, સમાજના જ યુવાનો વરઘોડામાં આવે ત્યારે દેખાદેખીમાં વ્યસનના માર્ગે વળી રહ્યા છે, આ સાથે ફેશનની સાથેસાથે બીનજરૂરી ખર્ચા ઓછા થાય અને યુવા પેઢી સાચા માર્ગે વળે તે માટે યુવાપાંખની રચના કરવાનું નક્કી કરાયેલ છે, આત્મચિંતન શિબિરમાં અગ્રણીઓએ ચર્ચા કરી ગામેગામ પરિવારોને સંકલીત કરી વરઘોડા જેવા વ્યવહારો તાત્કાલીક બંધ કરવા હાકલ કરવામાં આવેલ હતી.

Other News : સામાજિક દૂષણોથી મુક્તિ માટે ઠાકોર સમાજે ડીજે પર પ્રતિબંધ મુક્યો : દીકરીઓને મોબાઈલથી દૂર રાખવા અપીલ કરાઈ

Related posts

ગુજરાત સરકારે ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓનાં હિતમાં લીધો આ મહત્વનો નિર્ણય

Charotar Sandesh

રાજ્યમાં ૧૯૫ રસ્તાઓ અને ૩ રૂટની એસટી બસ સેવા બંધ, ૯૪ ડેમ હાઈએલર્ટ પર…

Charotar Sandesh

મુખ્યમંત્રી રૂપાણીનાં હસ્તે ફ્લાવર શો-૨૦૨૦નો પ્રારંભ…

Charotar Sandesh