દરેક ગામમાં અલગ અલગ ટીમ બનાવાશે અને વોચ રખાશે : સમાજ અગ્રણી
આજના સમયમાં સામાજીક દૂષણમાં વધારો થતાં વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા નવતર પહેલો કરાઈ રહી છે, ઉત્તર ગુજરાતના ભાભરના લુણસેલા ગામમાં સદારામ બાપાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઠાકોર સમાજે કુંવારી દીકરીઓને મોબાઇલના વપરાશથી દૂર રાખવા સહિતના ૧૧ સંકલ્પ લીધા હતા, ત્યારે નડીયાદના પીપલગ ગામે મધ્ય ગુજરાત લેઉઆ પાટીદાર સમાજના વિવિધ ઘટકોની બેઠકમાં દારૂના દૂષણ પર અંકુશ મૂકવા માટે લગ્નપ્રસંગોમાં વરઘોડા બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
હાલમાં ઘર કરી ગયેલા દારૂના વ્યસનને કારણે અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં હજારો યુવાનો વ્યસની બની ગયા છે, તેને રોકવા સમાજે સંકલ્પ લીધા છે
આ મહોત્સવમાં ઠાકોર સમાજના કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ વાવના ધારાસભ્ય ગેનીબેન સહિત અન્ય રાજકીય આગેવાનો સંતો-મહંતોની હાજરીમાં આ નિર્ણય લેવાયો હતો. ઠાકોર સમાજે વિવિધ ૧૧ મુદ્દા પર પ્રતિજ્ઞા લીધી હતી.
ભાભરના લુણસેલા ખાતે તાજેતરમાં સંત શ્રી સદારામ બાપાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સદારામ બાપાએ આખું જીવન વ્યસન મુક્તિ અને સમાજ સુધારણા માટે કર્યું હતું ત્યારે ઠાકોર સમાજ પણ એ જ રસ્તે ચાલે તેને લઈ વ્યસન મુક્તિ અને સમાજ સુધારણા માટે મંથન થયું હતું.
Other News : આણંદના નવા બસ સ્ટેન્ડને આધુનિક સુવિધાયુક્ત બનાવાશે : ધારાસભ્ય યોગેશ પટેલના પ્રયત્નોથી સરકારનો નિર્ણય