અમદાવાદ : ગુજરાતમાં CNG ડીલર માર્જિનમાં પપ મહિનાથી વધારો ન થતાં ફરી વખત ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશનનો સીએનજીનું વેચાણ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે.
જેમાં આગામી ૩ માર્ચ શુક્રવારના રોજ સવારે ૭ કલાકથી અચોક્કસ મુદ્દત સુધી સીએનજીનું વેચાણ કરાશે નહીં
જે બાબતે સરકાર સામે પેટ્રોલિયમ ડિલર્સોએ ફરી એક વખત બાયો ચઢાવી છે, ત્યારે હવે સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લેશે કે કેમ ? તે જોવું રહેશે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશનના તમામ કમિટી સભ્યો દ્વારા લેવાયેલ આ નિર્ણયથી વાહનચાલકો-રીક્ષાચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે.
Other News : જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ : હવે ૯ એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે