Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખાસ રોજગાર ભરતીમેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

રોજગાર ભરતીમેળો

આણંદ : નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા રોજગાર કચેરી, આણંદના સહયોહથી આગામી તા.૦૩/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ધીરજલાલ જે. શાહ ટાઉનહોલ, આણંદ ખાતે મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતીમેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં આણંદ જિલ્લાનાં ખાનગી ક્ષેત્રના એકમો ઉપસ્થિત રહેશે, આણંદ જિલ્લાની ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના મહિલા ઉમેદવારોને રોજગારી/સ્વરોજગારીની તકોનો લાભ મેળવવા માટે રૂબરૂ હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે

આ ખાસ રોજગાર ભરતીમેળો/સ્વરોજગાર માર્ગદર્શન શિબિર વિશે વધુ માહિતી મેળવવા જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

Other News : USA : ન્યૂજર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે 75 દિવસ માટે વિરાટ રક્તદાન અભિયાનનો પ્રારંભ

Related posts

વિદ્યાનગરમાં વેપારીઓની માંગને લઈ લોકડાઉનનો સમય ઘટાડાયો : સાંજે ૬ કલાકથી કર્ફ્યુ રહેશે…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૧૮૦ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે મતદાન શરૂ : પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Charotar Sandesh

ગુજરાતમાં ‘કાયદો-વ્યવસ્થા’ ની સ્થિતિ પડી ભાંગી : અમિત ચાવડા

Charotar Sandesh