Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

કરમસદ ખાતેની કૃષ્ણ ફાઈનાન્સ પેઢીમાં રોકાણ કરનાર નાગરિકો વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે

કૃષ્ણ ફાઈનાન્સ

આણંદ : વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી પી.આર. ગોહિલની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે કોકીલાબેન રમેશચંદ્ર પંડિત, મનીષકુમાર રમેશચંદ્ર પંડીત, વિનીતાબેન રમેશચંદ્ર પંડિત અને દેવાંગીબેન રમેશચંદ્ર પંડીત નાઓની કરમસદ ખાતેની કૃષ્ણ ફાઈનાન્સ પેઢીમાં થાપણદારોએ મુકેલી થાપણના પૈસા પચાવી જઈ પેઢીને તાળા મારી ભાગી જવા અંગેનો ગુનો દાખલ થયેલ છે.

આ ગુનાની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ૧૫૦ થાપણદારોએ તેમના આધાર પુરાવા સાથેની વિગત વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરેલ છે

સદરહુ પેઢીમાં રોકાણ કરનાર માણસોની સંખ્યા આનાથી પણ વધારે હોવાની શકયતા હોવાથી જે પણ નાગરિકોએ આ કૃષ્ણ ફાઈનાન્સ પેઢીમા રોકાણ કરેલ હોય તેઓને વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા આ યાદીમાં વધુમાં જણાવાયું છે.

Other News : આણંદ જિલ્લામાં ઉતરતી કક્ષા અને ખોટી બ્રાન્ડના ખાદ્યપદાર્થો વેચતી ત્રણ પેઢીઓને રૂ. ૨.૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Related posts

જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા આણંદ-વિદ્યાનગરમાં ખાસ અભિયાન શરૂ : રૂા.૫૮૫૦નો દંડ વસૂલ કરાયો…

Charotar Sandesh

વડોદરામાં મેઘાનો કહેર : ૫.૫ ઈંચ વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા…

Charotar Sandesh

આણંદ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ઈ-લોક અદાલત યોજીને ૨૦૯ કેસોનો નિકાલ કરાયો…

Charotar Sandesh