Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદના ભરચક વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ : બે શખ્સો પ લાખ રૂપિયા ભરેલ બેગ તફડાવી રફૂચક્કર

કેસ કલેક્શન

આણંદમાં કેસ કલેક્શન કરતા કર્મચારી પાસેથી રૂપિયા ૫ લાખ જેટલી રકમ ભરેલી બેગ તફડાવી કેટલાક શખ્સો ફરાર થયા : પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે

આણંદ : શહેરના અમીન ઓટો નજીક ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો છે, કેસ કલેક્શન કરતા કર્મચારી પાસેથી રૂપિયા પ લાખ જેટલી ભરેલી બેગ બે શખ્સો ચીલઝડપ કરવામાં આવતાં ગુનો નોંધાયો છે, આ ઘટનાને લઈ ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના ભરચક વિસ્તાર એવા અમીન ઓટો નજીક ચીલઝડપની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે, જેમાં કેસ કલેક્શનનું કામ કરતા જીજ્ઞેશભાઈ નામના વ્યક્તિ કે જેઓ અમીન ઓટોમાં કેસ કલેક્શન કરી પરત ફર્યા હતા, તે દરમ્યાન ભરચક વિસ્તારમાં ફરિયાદી પાસેથી બે ગઠિયાઓએ પ લાખ જેટલી રકમ ભરેલી બેગને તફડાવી રફૂચક્કર થઈ ગયેલ. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં ઘટનાસ્થળે ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો, જે ઘટનાના સીસીટીવી ફૂટેજ કલેક્ટ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

Other News : કરમસદ ખાતેની કૃષ્ણ ફાઈનાન્સ પેઢીમાં રોકાણ કરનાર નાગરિકો વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે

Related posts

આણંદના કલમસરમાં હજારોની મેદની વચ્ચે કીર્તિદાનનો ડાયરો યોજાયો : નિયમોના ધજાગરા ઉડ્યા

Charotar Sandesh

આણંદ જિલ્લાના જાહેર – ખાનગી હોટલ, ગેસ્ટ હાઉસ, લોજ, ધર્મશાળાના સંચાલકોએ મુલાકાતીઓનું રેકર્ડ નિભાવવું

Charotar Sandesh

તારાપુર : ટ્રકચાલક-પોલિસકર્મી વચ્ચે થયેલ રકઝક બાબતે જિલ્લા પોલિસવડા દ્વારા તપાસના આદેશ…

Charotar Sandesh