Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

રાજ્ય સરકારની સુચના તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશાનુસાર રખડતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરાઈ

રખડતા ઢોરો

ઉમરેઠ શહેરી વિસ્તારમાં રખડતાં ઢોરો નો ત્રાસ અટકાવ અને નિયંત્રણ સૂચના અનુસાર ઉમરેઠ નગરપાલિકા દ્વારા રખડતાં ઢોરો ને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી

ગુજરાત સરકાર ની સૂચના તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટ ના નિર્દેશ અનુસાર શહેરી વિસ્તારમાં રખડતાં ઢોરો ને પકડવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર સુ.શ્રી.ઉમાબેન રામીણા આદેશ કરતા તુરંત જ ઉમરેઠ ના જુદા જુદા વિસ્તારો માં રખડતાં ઢોરો ને પાંજરે પુરાવાની કવાયત હાથ ધરાઈ હતી.ઉમરેઠ માં કેટલાય સમય થી ઢોર માલિકોએ માલિકી ના ઢોરો ને ખુલ્લા રોડ ઉપર છોડી દેવાના કિસ્સા સામે આવ્યા હતા.અવાર નવાર નગરપાલિકા તરફ થી ઢોર માલિકો ને નોટિસ પણ પાઠવવા માં આવી હતી.છતાં પણ જુદા જુદા વિસ્તારો માં રખડતાં ઢોરો નો ત્રાસ જોવા મળતો હતો.

ઉમરેઠ માં રખડતાં ઢોરો ને કારણે સમગ્ર નગરજનો રાડ પોકારી ઉઠ્યા હતા તો કેટલીય વખત રખડતાં ઢોરો એ મુસાફરો તથા નગરજનો ને શિગડે પણ ચડાયા હતા

શહેરી વિસ્તારમાં રખડતાં ઢોરો નો ત્રાસ અટકાવવા માટે ઉમરેઠ નગરપાલિકા દ્વારા ઢોરો ને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઉમરેઠ ના જુદા જુદા વિસ્તારો માંથી ઢોરો ને પકડવા ઉમરેઠ નગરપાલિકા ના સેનેટરી વિભાગ ના ચીફ. કર્નેશભાઇ પંચાલ,તથા તેમની ટીમ દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.હાલ નગરમાંથી ૧૦ એક ઢોર ને પકડવામાં આવ્યા છે.અને હજુ ૩૦ થી ૪૦ રખડતાં ઢોરો ને પકડવાની કામગીરી બાકી હોવાની જાણકારી મળી છે.રખડતાં ઢોરો ને પકડવાની પ્રસંશનીય,ઉમદા કામગીરી થી પ્રજા ભયમુક્ત અને હાશકારો અનુભવ્યો.ઉમરેઠ નગપાલિકા દ્વારા પ્રથમ વખત આ અભિયાન હાથ ધરવામાં આવતા પ્રજાએ આણંદ ની લાગણી અનુભવી હતી.

પાલિકા દ્વારા ઢોરો ને પકડવાની કામગીરી દરમિયાન જેતે ઢોર પકડવામાં આવ્યા છે તેને છોડાવવા માટે ઢોર માલિકો એ સરકારી દંડ,ખાધા ખોરાકી સહિત નો કુલ ૪૦૦૦ નો દંડ ભરવાનો રહેશે.

Other News : દિવાળી નજીક આવતા ઉમરેઠ નગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવાયા : આણંદ શહેરમાં પણ જરૂરી !

Related posts

વંદે ભારત એક્સપ્રેસે આણંદમાં મહિલાને અડફેટે લીધી : ૩૪ દિવસમાં ટ્રેનનો ચોથો અકસ્માત, જુઓ વિગત

Charotar Sandesh

પવિત્ર શ્રાવણ માસના ઉપવાસ મોંઘા પડશે, ફ્રુટના ભાવ આસમાને પહોંચ્યા…

Charotar Sandesh

રાજ્ય શિક્ષક સંઘ દ્વારા “કાયઝાલા” એપ નો બહિષ્કાર કરવા આદેશ…

Charotar Sandesh