વડતાલ-ઉમરેઠ – વડોદરા સ્વામિનારાયણ મંદિર ખાતે યોગીવર્ય શ્રી ગોપાળાનંદસ્વામીનો ૨૪૩મો પ્રાગટ્યદિન ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવાઇ હતી. આ પ્રસંગે તારાપુરના હરિભક્ત ગોવિંદભાઇ ચુનીલાલ ઠક્કર, નિલેશકુમાર ઠક્કર (લાલાભાઇ) ઠક્કર, હરિકૃષ્ણ નિલેશભાઇ ઠક્કર, સ્નેહકુમાર ઠક્કર, હર્ષદભાઇ ઠક્કર, જયંતિભાઇ ચુનીભાઇ ઠક્કર, પરિવાર દ્વારા અ.નિ.વૃંદાબેન નિલેશભાઇ ઠક્કરની પુણ્ય સ્મૃતિમાં સ.ગુ.શ્રી ગોપાળાનંદસ્વામીના આસને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોપાળાનંદ સ્વામીના સિંહાસન પાસે યોજાયેલ હરિયાગનો મંગલ પ્રારંભ સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, મુનીવલ્લભસ્વામી તથા અમૃત વલ્લભસ્વામીએ કરાવ્યો હતો. યજ્ઞદિવિધિ પુરોહિત કિશોરભાઇ ભટ્ટે કરાવી હતી. સાંજે ૫-૦૦ વાગે યજ્ઞની પુર્ણાહુતિ થઇ હતી. પૂજારી લલીતસ્વામીએ ગોપાળાનંદસ્વામીના સિંહાસનને થાઇલેન્ડના ફુલોથી શણગારવામાં આવ્યું હતું. સાંજે દીવડાથઈ આંગણું ઝગમગી ઉઠ્યું હતું.
જ્યારે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને મંદિરના કોઠારી દ્વારા અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વડોદરા અને ઉમરેઠમાં પણ દિવ્ય પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગે ઉમરેઠ મુકામે સાંજે દિવ્ય શાકોત્સવ તથા નિત્યસ્વરૂપ સ્વામીની ઘરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યુ છે.
Other News : વડતાલધામમાં શિક્ષાપત્રી જયંતિ – સુવર્ણ પાલખીમાં હસ્તપ્રતની શોભાયાત્રા : સંતો સત્સંગીઓની ઉપસ્થિતિ