Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં શિક્ષાપત્રી જયંતિ – સુવર્ણ પાલખીમાં હસ્તપ્રતની શોભાયાત્રા : સંતો સત્સંગીઓની ઉપસ્થિતિ

વડતાલધામ

વડતાલ : શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બુધવારે વડતાલધામ ખાતે વસંતોત્સવ સાથે સાથે ૧૯૮મી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એ એલ દવે (પૂર્વ જસ્ટીશ) અને રામજીભાઈ ગોરસિયા પરિવારના યજમાન પદે સહુએ આ મહોત્સવ આનંદ સાથે મનાવ્યો હતો. સૌ પ્રથમ મંદિર પરિસરમાં સુવર્ણ પાલખીમા્ પધરાવીને શિક્ષાપત્રીની શોભાયાત્રા નિકળી. હરિયાળા ભુમેલ – વિદ્યાનગર ગુરુકુલના બાળકો સાથે સંતો મહંતો અને યજમાનોએ વાજતે ગાજતે વધામણાં કર્યાં. વડતાલ પાઠશાળાના સંતોએ શિક્ષાપત્રીનું સામૂહિક વાંચન કર્યુ.

આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ , ચેરમેન દેવપ્રકાશ સ્વામી , ડો સંત સ્વામી , વક્તા વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા

મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાંઋતુરાજ વસંત અર્થાત વસંત પંચમીનો મોટો મહિમા રહ્યો છે. આજે ભગવાનશ્રી હરિએ સર્વજીવોન કલ્યાણાર્થે શિક્ષાપત્રી લખી. વડતાલ મધ્યે હરિમંડપમા બેસીને લખી. શિક્ષાપત્રીમાં માત્ર ૨૧૨ શ્લોક છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્વયંવાણી (આજ્ઞા) સ્વરૂપ સંપ્રદાયનો અજોડ ગ્રંથ છે. આ શિક્ષાપત્રી ગાગરમાં સાગર સમાન છે. ૩૫૦ શાસ્ત્રોનો સાર આ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રીમાં મહારાજે અનેક પ્રકારની શુદ્ધિઓ બતાવી છે. જેમા છ પ્રકરની શુદ્ધિ જેના જીવનમાં થઇ જાય તેના જીવનમાં કોઇ મુશકેલી ન રહે. સંગ બગડે તેનું જીવન બગડે, વાન ના આવે પણ શાન આવે સંગની અસર ભગવાને કહ્યું કે ચોર, પાપી, વ્યસની, કામી, પાખંડી કીમીયા આદિક જનનો ઠગનારોએ છનો સંગ ન કરવો. આ નાની શિક્ષાપત્રીમાં ભગવાને સંપ્રદાયના આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો તથા અનુયાયીઓ માટે સંયમ મર્યાદાની પાળ બાંધી છે. શિક્ષાપત્રી સંપ્રદાયની આચાર સંહિતા છે.

આ પ્રસંગે હરિઓમ સ્વામી પાઠશાળા , શ્રીવલ્લભ સ્વામી – વડતાલ , શ્રી બ્રહ્મસ્વરૂપ સ્વામી , શ્રીજી સ્વામી – હરિયાળા વગેરે સંતો , આગેવાન ભક્તજનો અને મોટી સંખ્યામાં સાંખ્યયોગી માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Other News : નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૮ દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Related posts

નાવલી રિસોર્સ રૂમ ખાતે 27 દિવ્યાંગ બાળકો તેમજ વાલી સાથે IED વિભાગ દ્વારા દિવ્યાંગ પતંગોત્સવ ઉજવણી

Charotar Sandesh

આણંદ જિલ્લાના જોળ ગામમાં સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ ગ્રામજનોએ ઝડપી પાડ્યું

Charotar Sandesh

આણંદ જીલ્લામાં ૨૪ સ્થળોએ કોવિડ-૧૯ વેક્સીનેશન માટે ડ્રાય રન યોજાયો…

Charotar Sandesh