Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરાઈ : સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો

મહાનગર પાલિકા

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો માન્યો આભાર

તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૪ના રોજ વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની માંગણીઓની ચર્ચાના જવાબમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના વકતવ્યમાં લોખંડી પુરુષ સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિયાદ કે જ્યાં સરદારની આગેવાનીમાં આઝાદીની લડતના અનેક સત્યાગ્રહો થયેલા તેવા ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકાને અપગ્રેડ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણે પણ નડિયાદને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા માં થયેલી જાહેરાતને ઉમળકાભેર આવકારી છે..અગાઉ ઘણા વર્ષોથી નડિયાદના નડિયાદના સ્થાનિક આગેવાનો સાથે આ વિસ્તારના સાંસદ તરીકે નડીયાદ કે જે ખેડા જિલ્લાનું મુખ્ય મથક અને સરદાર પટેલની જન્મભૂમિ તરીકે જેની ઓળખ છે..તે નગરને મહાનગરનો દરજ્જો મળે તેવી સહુની લાગણી અને માગણી અંગે સરકારમાં ઉચ્ચ કક્ષાએ તેમણે પણ રજુઆત કરી હતી..જેને આજે રાજ્ય સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે..જે આવકારદાયક છે..કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીએ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Other News : વડતાલ દ્વિશતાબ્દી નિમિત્તે ચતુર્થ સત્સંગસત્રમાં મીની હોસ્પિટલ જેવી એમ્બ્યુલંસનું લોકોર્પણ

Related posts

આણંદ નજીક અડાસથી સુદણને જોડતા માર્ગ ઉબડખાબડ : માર્ગ વિકાસની વાતો માત્ર કાગળ ઉપર !

Charotar Sandesh

આણંદ : બોરસદમાં અશાંત ધારાની માંગ સાથે વિશાળ રેલી : મોટાભાગનું શહેર સજ્જડ બંધ…

Charotar Sandesh

આણંદ : વલ્લભ વિદ્યાનગર ઈસ્કોન મંદિર ખાતે સ્નાનયાત્રા મહોત્સવ યોજવામાં આવ્યો…

Charotar Sandesh