વડતાલ ધામ છેલ્લા છ વર્ષથી ઉનાળાના પ્રારંભે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ કરે છે
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વી શતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ ત્રીજી માર્ચને રવિવારના રોજ ૮૭મી રવિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રવિ સભામાં ઉનાળાની ગરમીથી પક્ષીઓના રક્ષણ માટે ૫૦૦૦ પાણીના કુંડા તથા માળાનું હરિભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. વડતાલ સંસ્થા ધર્મ સાથે સેવા પ્રવૃત્તિને પણ વરેલુ છે તે સેવા માનવની હોય કે પશુ પક્ષીઓની હોય.
આ સભામાં અતિથિ વિશેષ પદે સ્પેરોમેન જગતભાઈ કિનખાબવાળા ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ ઘર આંગણા ના પક્ષી ચકલી તેની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે વૈજ્ઞાનિકો તથા જીવ દયા પ્રેમીઓ તેને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે સંપ્રદાયના પક્ષી પ્રેમી સંતને પણ ચકલી બચાવવાની ચિંતા જાગે એ સ્વાભાવિક છે હવે જ્યારે ઉનાળાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ધોમ ધકતા તાપમા ચકલીઓને પીવાનું પાણી મળી રહે તે માટે વડતાલના મુખ્ય કોઠારી ડો. સંત વલ્લભદાસજીએ આ પુણ્યયજ્ઞ અને ૨૦૧૮ થી આરંભ્યો છે. તે છેલ્લા છ વર્ષથી પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળા નું વિતરણ કરે છે અને હરિભક્તો પોતાના મકાનમાં ખેતરમાં કે કોઈ વૃક્ષ ઉપર પીવાના પાણીના કુંડા લટકાવી નિયમિત પાણી રેડવાની સેવા કરે છે જે પક્ષી બચાવવા માટે પક્ષીઓને નિયમિત પીવાનું પાણી પૂરું પાડે છે.
આ પ્રસંગે કેલિફોનિયાના વિદેશી અતિથિ જય ક્રોનેશ પોતાના પ્રવચનમાં આરંભે જય સ્વામિનારાયણ કહી શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી નું શ્લોક ગાન કર્યું ત્યારે ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ તાળીઓના ગડગડથી વધાવી લીધા હતા જ્યારે એસપી યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઇ તથા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈએ પ્રાસંગિક અને પ્રેરક ઉદબોધનોથી ઉપસ્થિત શ્રોતાઓ અતિ પ્રભાવિત બન્યા હતા. મોહનભાઈ પટેલનું સહુ સંતો પ્રવિણભાઈ લંડન , જગદીશભાઈ અમેરિકા વેગેરે અગ્રણીઓએ વિશેષ અભિવાદન કર્યું હતું.
આજે ખાસ જય ક્રોનીશ ફોરેનરને સંસ્કૃત શ્લોકો બોલતાં સાંભળીને શ્રોતાઓ સ્તબ્ધ બન્યા હતા . તેઓ ગોકુલધામ નારના મહેમાન અને શુક્રદેવ સ્વામીના સેવક છે અને આધ્યાત્મતાના જ્ઞાની છે. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ પ્રસંગોચિત્ત પ્રવચન કર્યું હતું આ પ્રસંગે રવિ સભામાં બ્રહ્મસ્વરૂપ સ્વામી, ધર્મજીવન સ્વામી, શુક્રદેવ સ્વામી તથા અમૃત સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ સ્વામી એ કર્યું હતું. પૂ.શ્યામસ્વામી એ આગામી દ્વીશતાબ્દી મહોત્સવ તથા આગામી ઉજવાનારા ઉત્સવ અંગેની માહિતી આપી હતી.
આ રવિ સભામાં ચોપડા તથા શિક્ષાપત્રીનું વિમોચન અગ્રણી હરિભક્તો સંતો તથા મહેમાનોના હસ્તે કરાયું હતું.
Other News : નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરાઈ : સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો