Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ઉમરેઠ : પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓ ધ્વારા શૈક્ષણિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

શૈક્ષણિક પ્રદર્શન કાર્યક્રમ

તારીખ ૩/૩/૨૪ રવિવાર ના રોજ ઉમરેઠની સ્કૂલ પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧ થી ૮ ના વિધ્યાર્થીઓ ધ્વારા શૈક્ષણિક પ્રદર્શન કાર્યક્રમ યોજાઓ હતો, જેમા વિધ્યાર્થીઓ એ જાતે દરેક વિષય નો અલગ અલગ પ્રકાર નો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. અને ખૂબ જ મોટા પ્રમાણમા વાલીઓ આ પ્રદર્શન નિહાળવા આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરી હતી. ત્યારબાદ પ્લાસ્ટિક મુક્ત ભારત પર વિધ્યાર્થીઓ એ ડાન્સ રજૂ કર્યો હતો તથા શિક્ષકો એ કતપૂતલી શો પણ કર્યો હતો

આ કાર્યક્રમમાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ચેરમેન વજેસીંગ અલગત્તોર તથા દેવાંગભાઈ પરમાર હાજર રહ્યા હતા. વજેસીંગ અલગોત્તરે વાલીઓને સમજ આપી હતી કે વિધ્યાર્થીઓ ને શિક્ષણ ની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ કરાવવી જોઈએ.

શૈક્ષણિક પ્રદર્શન કાર્યક્રમનુ ઉદગાટન વજેસીંગભાઈ તથા દેવાંગભાઈના હાથે કરવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન ગુજરાતી માધ્યમ ના કૉ.ઑડિનેટર મિશાલીબેન તથા શિક્ષક મિત્રોએ કર્યુ હતુ. “કાર્યક્રમ ના અંત મા મિશાલી બેને સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.

Other News : નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરાઈ : સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો

Related posts

આણંદ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા પ્રશંસનીય કાર્ય : દંડ લેવાને બદલે માસ્કનું વિતરણ કરાયું…

Charotar Sandesh

આણંદ જિલ્લા ન્યાયાલય ખાતે શ્રૃતિ ફાઉન્ડેશના સહયોગથી હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું…

Charotar Sandesh

આણંદ : ૨૦-૨૦ ક્રિકેટ મેચનો સટ્ટો રમી-રમાડતા ઈસમને પકડી પાડતી ખંભાત સીટી પોલીસ…

Charotar Sandesh