USA : બાવીસ ગામ પાટીદાર સમાજનો દીવાળી સ્નેહમિલન કાર્યક્રમ ન્યુજર્સીના રોયલ આલ્ર્બર્ટ પેલેસ ખાતે યોજાયો. આ વર્ષના દીવાળી સ્નેહમીલન કાર્યક્રમ અડાસ ગામની સ્પોન્સરશિપથી યોજવામાં આવ્યો.
કાર્યક્રમની શરુઆત સમાજના પ્રમુખ દીનેશભાઇ, દાતાશ્રીઓ ડો. અનિરુધ્ધ પટેલ(અડાસ) પરીવાર,ગૌતમ પટેલ(અડાસ), નિલેશ પટેલ(અડાસ), દાતાઓના પરીવારજનો, સમાજના કારોબારી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ સમાજના તમામ સભ્યોએ ઉપસ્થિત રહી દીપ પ્રજ્વલિત કરી કરવામાં આવી.
સ્નેહમિલન દરમિયાન વર્ષા જોશી અને બ્રીજ જોશી કલાવૃંદ દ્વારા રાસ ગરબાની રમઝટ કરાઇ
સમાજની સામાન્ય સભામાં આગામી બે વર્ષ માટે કારોબારી તેમજ ટ્રસ્ટી મંડળની રચના કરવામાં આવી. જેમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે જીજ્ઞેશ પટેલ(સીસ્વા), ઉપપ્રમુખ મિનેશ પટેલ(પંડોળી) અને ધીરેન પટેલ (રુદેલ), જનરલ સેક્રેટરી ભાવેશ પટેલ(ઝારોલા), સેક્રેટરી હેલી પટેલ (વડોદ), ટ્રેઝરર ખુશ્બુ પટેલ (ગાના) અને હીતેન પટેલ(રૂદેલ), આઈ.ટી. ઇન્ચાર્જ યશ પટેલ (અડાસ) અને રાજ પટેલ(આમોદ)ની નિમણુંક કરવામાં આવી.
ટ્રસ્ટી મંડળના ચેરમેન પદે દીનેશભાઇ પટેલ (રુદેલ), વાઇસ ચેરમેન તુષારભાઇ (વડોદ), ભરતભાઇ પટેલ (ખંભોળજ), દીનેશભાઇ પટેલ (રણોલી), દીક્ષીતભાઇ પટેલ (ખંભોળજ) તેમજ ટ્રસ્ટી મંડળના અન્ય સભ્યો આર.ડી.પટેલ (બોચાસણ), મહેન્દ્રભાઇ પટેલ(ગાના), ભાઇલાલભાઇ(ઝારોલા), ભરતભાઇ પટેલ(સૈજપુર) અને નરેન્દ્રભાઇ પટેલ (વાસદ)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી. તેમજ આગામી વર્ષની સમર પિકનિકની સ્પોન્સરશીપ ઉમેશ પટેલ ( જીગો-રુદેલ) તરફથી જાહેર કરવામાં આવી. નવનિયુક્ત પ્રમુખ જીજ્ઞેશ પટેલે નવા નિમાયેલા યુવા સાથી કારોબારી સભ્યો તેમજ સમાજના યુવાનોના સાથ સહકાર અને વડીલોના માર્ગદર્શન હેઠળ આગામી વર્ષમાં સમાજની પ્રવૃતિઓને વેગવંતી બનાવવા બાંહેધરી આપી.
Other News : 200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં વિરાજિત દેવોના 8 kgથી વધુ સોનાનાં કાપડમાંથી બનેલા હીરાજડિત વાઘા પહેરાવાયા