Charotar Sandesh
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રેલ્વે રાજ્યમંત્રીની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (CM bhupendra patel)

ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ (CM bhupendra patel) ની હાજરીમાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે ગુજરાતના રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટસમાં રાજ્ય-કેન્દ્રના સુચારૂ સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી.

મહેસૂલ-માર્ગ મકાન-શહેરી વિકાસ મંત્રીશ્રીઓ-મુખ્ય સચિવ- વરિષ્ઠ સચિવો- રેલ્વે મંત્રાલયના અધિકારીઓની ઉપસ્થિતિ

નોંધનીય છે કે, પી.એમ.ગતિશક્તિના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે ત્યારે DFIC હાઇસ્પીડ રેલ પ્રોજેકટ, રાજ્યમાં વિવિધ રેલ્વે લાઇનના ગેજ રૂપાંતરણ અને રેલ્વે ઓવરબ્રીજ તેમજ ઇલેકટ્રીફિકેશનના જે નાના-મોટા પ્રશ્નો છે તેનું ત્વરાએ પરસ્પર સંકલનથી નિવારણ લાવવાની દિશામાં આ બેઠક ફળદાયી થશે. રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેને ગુજરાતને કેન્દ્ર અને રાજય સરકાર એમ ડબલ એન્જીનની સરકારનો ફાયદો મળે છે ત્યારે મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટ્‌સ નિર્ધારિત સમય અને ત્વરિત ગતિએ પૂરા થાય તેવી સ્પષ્ટ હિમાયત કરેલ.

આ હેતુસર કેન્દ્રીય રેલ્વે મંત્રાલયના સંબંધિત અધિકારીઓ તથા રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે માસિક સમીક્ષા બેઠક યોજવા તેમણે અનુરોધ કર્યો હતો

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ અન્વયે ગુજરાતમાં ૯૮.૭ ટકા જમીન સંપાદન કાર્ય રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના સક્રિય સહયોગથી પૂર્ણ થઇ ગયું છે તેની કેન્દ્રીય મંત્રીશ્રીએ સરાહના કરી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (CM bhupendra patel) નો આભાર વ્યકત કરેલ.

રેલ રાજય મંત્રીશ્રી શ્રીમતી દર્શનાબહેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આગામી દિવસોમાં તેમના સુરત, ભરૂચ, નવસારીના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન આ હાઇસ્પીડ રેલની જે કામગીરી થઇ રહી છે તેની પ્રગતિ નિહાળવા સ્થળ મુલાકાત કરવાનું પણ નિમંત્રણ પાઠવેલ.

આ બેઠકમાં મહેસૂલમંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી વિનોદભાઇ મોરડીયા તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને રેલ્વે મંત્રાલયના તથા વેસ્ટર્ન રેલ્વે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન, ડી.એફ.આઇ.સી.ના વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થયા હતા.

Other News : RRSA INDIA : ઉનાળાના ગરમ માહોલમાં પાલતુ કૂતરાઓ માટે પૂલ પાર્ટીનું આયોજન કરવામાં આવેલ

Related posts

રાજ્યમાં બુલેટ પર પોલીસની તવાઇ : ધ્વનિ પ્રદુષણ ફેલાવતા વધુ ૭૦ બુલેટ જપ્ત કરાઈ…

Charotar Sandesh

ગુજરાતમાં છેલ્લાં ૧૦ દિવસમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં ૩૦૦ ટકાનો વધારો…

Charotar Sandesh

પેટાચૂંટણી : ચાર બેઠકો પર ત્રિપાંખિયો જંગઃ બાપુનો ફડાકો, ભાજપ- કોંગ્રેસની ઊંઘ હરામ…

Charotar Sandesh