Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં રીક્ષાભાડાના વધારા બાબતે રીક્ષા ચાલકોની મીટીંગ મળશે

રીક્ષા ચાલકો

આણંદ : પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા બાદ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ સીએનજી ભાવમાં અસહ્ય વધારાના પગલે રીક્ષાભાડું વધારવાની માંગણી રીક્ષાચાલકો દ્વારા કરવામાં આવી છે.

આ બાબતે સ્થાનિક સ્તરે આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવા માટે અને રીક્ષાભાડામાં વધારાનો નિર્ણય કરવા માટે આગામી દિવસોમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જાણવા મળેલ છે

આણંદ જિલ્લા રીક્ષા એસોશિએશનના પ્રમુખ ફિરોજ વ્હોરાએ મિડીયા મારફતે જણાવેલ કે, આણંદ શહેર સહિત જિલ્લામાં ૧૧ હજારથી વધુ સીએનજી રીક્ષાચાલકોને દૈનિક ૧૦૦ રૂપિયાનો બોઝ વધ્યો છે. તેથી આગામી દિવસોમાં જિલ્લાના રીક્ષાચાલકો સાથે બેઠક કરીને મીનીમમ ભાડામાં વધારો કરવો તેમજ સીએનજીના ભાવ વધારાના વિરોધ બાબતે ચર્ચા કરવામાં આવશે.

સીએનજી પર પ્રતિ કિલો રાજય સરકાર ૧૫ ટકા અને કેન્દ્રનો ૧૪ ટકા વેટ લાગુ હોવાથી સીએનજીમાં પ્રતિકિલો રૂ. ૨૫ થી ૩૦ ટેક્ષ વસુલવામાં આવે છે. જેમાં પ્રતિકિલો રૂ. ૯ નો ઘટાડો સરકારે કરવો જોઇએ. પેટ્રોલ – ડિઝલમાં વેટ ઘટાડીને સરકારે ભાવ ઘટાડયા છે તો સીએનજી ઘટાડો કેમ નહીં. આ બાબતે આગામી સમયમાં સરાકાર સામે વિરોધ નોંધાવાશે.

Other News : શ્રી જલારામ બાપાની ૨૨૨મી જન્મજ્યંતિ નિમિત્તે વલ્લભવિદ્યાનગર ખાતે ભંડારો રાખી ઉજવણી

Related posts

માત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી શાળા ઝડપાઈ

Charotar Sandesh

રાજીનામાની અટકળો વચ્ચે કોંગ્રેસ કાર્યાલયે હાજર થયા આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર…

Charotar Sandesh

અમૂલના એમડીને અકસ્માત નડ્યો : કાર પલટી ખાઈ ગઈ, કોઈ જાનહાનિ નહિ, હોસ્પિટલે ખસેડાયા

Charotar Sandesh