વડોદરા : રાજ્યમાં હાલ નવરાત્રીનો પર્વ નિમિત્તે યુવાધન ગરબે ઘૂમી રહ્યું છે, ત્યારે વડોદરાના જાણીતા ગરબા ગ્રાઉન્ડમાં એક યુવતી ઈ-સિગારેટના ધુમાડા કાઢતી હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.
આ વિડીયો જાણીતા યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડનો હોવાની ચર્ચા થઈ રહી છે
ત્યારે ચિંતાનો વિષય એ છે કે પવિત્ર નવરાત્રીના તહેવારોમાં પણ આજની યુવા પેઢી કયા રસ્તે જઈ રહી છે, આ વિડીયો વાયરલ થતાં અનેક લોકો આવા યુવક-યુવતીઓ અંગે ટીકાઓ કરી રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ વાયરલ વિડીયોમાં ગરબા રમતા રમતા એક યુવતી ધુમાડો ફુંકતી અને એક યુવકના હાથમાં ઈ-સીગારેટ નજરે પડી રહી છે, સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શું નવરાત્રિ પર્વમાં માતાજીના ચાચરચોકમાં આવા પ્રકારના કૃત્ય કરી પવિત્ર ગરબાને બદનામ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે ? તેવા પ્રશ્નો લોકોમાં ઉદ્ભવી રહ્યા છે.
બીજી તરફ શહેર પોલીસ દ્વારા શી ટીમને મેદાનમાં ઉતારાઈ છે, ત્યારે હવે આવા બેશરમ તત્ત્વો સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરાશે કે નહિ ?
Other News : ફૂટબોલ મેચ દરમ્યાન પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડતાં નાસભાગમાં ૧૨૭ના મોત, જુઓ Video