Charotar Sandesh
ગુજરાત

આપના મનીષ સિસોદિયાએ જીતુ વાઘાણીના વિસ્તારની સરકારી શાળાની મુલાકાત લીધી : અસુવિધા ઉઘાડી પાડી

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા

અમદાવાદ : આગામી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય પાર્ટીઓ સક્રિય બની છે, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓ માહિતી મેળવી રહ્યાં છે.

દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે હું ગુજરાતની મુલાકાતે આવ્યો છું. ગુજરાતમાં છેલ્લાં ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે મને ગુજરાતની શાળાઓ જોવાની ઉત્સુકતા છે કે ભાજપે સરકારી સ્કૂલોમાં કેટલો બદલાવ કર્યો અને સુધારો કર્યો. આજે હું સ્કૂલોની મુલાકાત લેવા આવ્યો છું. તેઓ ગુજરાતની સ્કૂલ-કોલેજો ક્યારે ઠીક નહીં કરી શકે.

દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ સરકારને પ્રશ્નો પુછ્યા કે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ઠીક કરવાનું કામ નહીં કરે અને કહેશે કે જેને આ વ્યવસ્થા ન ગમતી હોય એ ગુજરાત છોડીને દિલ્હી જાય તો તેની સમાજ પ્રત્યેની દૃષ્ટિ શું છે? શું સમાજ આ રીતે આગળ વધી શકશે? કોઈએ ડરવાની કે ગુજરાત છોડવાની જરૂર નથી. આઠ મહિના પછી ગુજરાતમાં આપની સરકાર બનાવશે અને અમે સારી સુવિધાવાળું શિક્ષણ આપીશું.

દિલ્હીમાં જે સારી સ્કૂલો બની છે એવી અમે ગુજરાતમાં બનાવીશું : શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા

દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા આજે ભાજપ સરકાર દ્વારા સંચાલિત સરકારી સ્કૂલઓની મુલાકાત લેશે અને પોતે ભાજપ સરકાર દ્વારા કરાયેલી કામગીરીનો હિસાબ લેશે અને દેશ તથા ગુજરાતની જનતા સમક્ષ લાવશે.

દિલ્હી ડે.મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે જો ભાજપે ગુજરાતની સ્કૂલોમાં સારું કામ કર્યું નથી તો આમ આદમી પાર્ટી તેને ગુજરાતની જનતા સુધી લઈ જશે. ગુજરાતમાં યુવાનો માટે સારું શિક્ષણ અને નોકરીની વ્યવસ્થા અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં જ થઈ શકે છે. અરવિંદ કેજરીવાલના શાસનના મોડલથી જ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય સુધારી શકાય છે.

Other News : દારૂના અડ્ડા પર રેઈડ કરવા ગયેલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં હુમલો

Related posts

અમદાવાદ BRTS બસની અડફેટે ૨ યુવાનના મોત : લોકોમાં ભારે રોષ, બસમાં તોડફોડ કરી…

Charotar Sandesh

૪ વખત રાજ્યના મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન…

Charotar Sandesh

અંબાજી જતા રસ્તાના ઢાબા પર સામાન્ય નાગરિકની જેમ CM ભુપેન્દ્ર પટેલે ચા-પાપડીની મોજ માણી, જુઓ વિડીયો

Charotar Sandesh