Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત મધ્ય ગુજરાત

દારૂના અડ્ડા પર રેઈડ કરવા ગયેલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં હુમલો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ

સ્ટેટ મોનિટરિંગ સેલ (state monitoring cell) ના નવા નિડર એસપી નિર્લિપ્ત રાય હવે એક્શનમાં છે, ત્યારે સટ્ટો-દારૂ-જુગારની માહિતી આપવા નંબર જાહેર કર્યો છે

વડોદરા : રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક સવાલો ઉભા થતાં હોય છે, જેને લઈ પોલિસ વિભાગ સામે આંગળી ચિંધાતી રહે છે. ત્યારે હવે પોલિસ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના ૭૭ આઈપીએસ ૈંઁજી ઓફિસરોની બદલી-બઢતી કરવામાં આવી છે.

ત્યારે હવે નિડર, પ્રમાણિક એસપી નિર્લિપ્ત રાય એ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે ચાર્જ સંભળતાની સાથેે જ દારૂ-જુગાર પર અંકુશ કરવાની શરૂઆત કરી દીધી છે. જેને લઈ આજરોજ સોશિયલ મિડીયાના માધ્યમથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક નંબર વોટ્‌સઅપ નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ (તેમજ ટોલ ફ્રી નંબર ૧૪૪૦૫) જાહેર કરી દારૂ-જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી આપવા માટે જણાવવામાં આવેલ છે.

ત્યારે વડોદરામાં ચાલતા દારૂના અડ્ડા ઉપર રેઈડ કરવા ગયેલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ

જ્યોર વડોદરાના સમા વિસ્તારમાં ઝૂપડપટ્ટીમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર રેઈડ કરવા ગયેલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર બુટલેગર અને તેના સાગરિતોએ પુષ્પા ફિલ્મની જેમ હુમલો કરતાં ચકચાર મચી છે. પોલિસ ટીમ ઉપર હુમલો કરી બુટલેગરોના સાગરિતોએ ઝડપાયેલા આરોપીઓને છોડાવી ગયા હતા, અને જપ્ત કરાયેલ દારૂના મુદ્દામાલને પણ લઈ ગયા હતા. જે બાબતે હુમલો કરનાર ૮ ઈસમો અને ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી.

મારો સાલાઓને’ ની બૂમ પડી અને પોલિસ ટીમ ઉપર પથ્થરમારો થયો

સાઉથની સુપરહિટ ફિલ્મ પુષ્પા ફિલ્મમાં જે રીતે દર્શાવાયું છે કે, પોલિસના દરોડા પહેલા અભિનેતા પોતાના સાગરિતોની મદદથી ચંદનના જથ્થાને છુપાડી દેતો હતો અને ચંદનનો જથ્થો પોલીસના હાથ ન લાગે એ રીતે છુપાવી ભાગી જતો હતો. એ ટેકનિક અપનાવી વડોદરાના બુટલેગરોએ પોતાની સાગરિતોની મદદથી પોલિસ ટીમ ઉપર હુમલો કરી ઝડપાયેલ શખ્સોને છોડાવી, દારૂનો જથ્થો લઈ ફરાર થઈ ગયા હતા. આ બાબતે પોલીસ ફરાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Other News : ખંભાતમાં અંજપાભરી શાંતિ વચ્ચે પોલીસની ચાંપતી નજર : મૃતકની સ્મશાનયાત્રા નીકળી

Related posts

આણંદ જિલ્લા વિધાનસભા ચુંટણી પરિણામ : જુઓ કોણ આગળ અને કોણ પાછળ ?

Charotar Sandesh

વેસ્ટમાંથી બેસ્ટ : ૨૦૨૦ ખાલી બોલપેનોથી શ્રીજીની ૫ ફૂટ ઊંચી મૂર્તિ બનાવાઈ…

Charotar Sandesh

ગુજરાત-રાજસ્થાન બૉર્ડર પર પાંચ કિમી લાંબી વાહનોની લાઇન લાગી…

Charotar Sandesh