Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની પરિણામ બાદ કહી ખુશી કહી ગમ : આ ગામોમાં તો માત્ર ૩ વોટથી વિજય થયો

ગ્રામ પંચાયતો

આણંદ : ૨૧ ડિસેમ્બર મંગળવારના રોજ જે-તે તાલુકાના ફાળવેલ સ્થળોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવેલ. જિલ્લાના ૮ કેન્દ્રો ઉપર મત ગણતરી સવારે ૯ કલાકેથી શરુ કરવામાં આવી હતી.

સોજીત્રા તાલુકાના વિરોલ(સો) અને લીંબાલી સહિત કેટલીક પંચાયતોમાં માત્ર ૩ વોટથી સરપંચનો વિજય થયો હતો

જિલ્લા વહીવટી તંત્રના આયોજન હેઠળ ૬૯ આરઓ ઓફિસર સહિત ૧૦૩ર કર્મચારીઓ મત ગણતરી કામગીરીમાં જોડાયા. મતગણતરીમાં પરિણામો જાહેર થયા બાદ કોઇ હોબાળો કે હાર-જીતનો વિવાદ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરાયો હતો. જેમાંથી રાત્રે ૧૦ સુધીમાં ૧૮૦ ગામો પૈકી ૧૫૦ ગામોના પરિણામ જાહેર થઇ ગયા હતા જ્યારે બાકીના મોટા ગામોની ગણતરી મોડી રાત સુધી ચાલી હતી.

મત ગણતરીના દિવસે કેટલીક પંચાયતોમાં અલગ જ પરિણામો આવ્યા હતા. સોજીત્રા તાલુકાના વિરોલ(સો) અને લીંબાલી સહિત કેટલીક પંચાયતોમાં માત્ર ૩ વોટથી સરપંચનો વિજય થયો હતો. ત્યારે ક્યાંક ખુશી ક્યાંક ગમના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

પરિણામ બાદ વિજેતા ઉમેદવારનું ગ્રામજનો દ્વારા અબીલગુલાલ ઉડાળીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિજેતા ઉમેદવારો ગામના મંદિરોમાં જઇને માનતા પુરી કરતાં જોવા મળતાં હતા. બોરસદ તાલુકામાં મત ગણતરીમાં વધુ સમય લાગ્યો હતો. તારાપુર તાલુકાની તારાપુર ગ્રામ પંચાચતમાં સોજીત્રાના ધારાસભ્ય પુનમભાઇ પરમાર, આણંદ તાલુકાના વાંસખિલીયા ગામે આણંદના ધારાસભ્યના પુત્ર અને ચિખોદરામાં ઉમરેઠના ધારાસભ્યના પુત્રનો વિજય થયો હતો.

આંકલાવના ૧૩ ગ્રામ પંચાયતની ગણતરી આંકલાવ હાઇસ્કુલમાં હાથ ધરાઇ હતી.જેના પગલે વહેલી સવારથી આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.તેને ધ્યાને લઇને આંકલાવ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Other News : ગ્રામ પંચાયતોની મતગણતરીની કામગીરી મોડી રાત સુધી ચાલી : અમુક ગામોમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું

Related posts

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ ધરાવાયો

Charotar Sandesh

વિશ્વવિખ્યાત અમૂલ દ્વારા દુર્ગંધયુક્ત પાણી છોડવા મામલે જિલ્લા કલેક્ટરના તપાસના આદેશ…

Charotar Sandesh

આણંદ તાલુકાના નાવલી ગામે સ્વ.શ્રી પ્રવિણભાઈ ઈશ્વરભાઈ પટેલની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્ય કરાયું

Charotar Sandesh