Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ ધરાવાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ

૫૦ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો

નડિયાદ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે રવિવારે વિજયા એકાદશીના શુભદિને દેવોને ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ તથા વાઘા ધરાવવામાં આવ્યા હતા.

આજે રજાનો દિવસ હોય સવારથી સાંજ સુધી અવિરત ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. ભક્તોએ પ્રથમ વખત નારંગીના અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે આજે વિજયા એકાદશીના શુભદિને ઓસ્ટ્રેલીયા રહેતા અમદાવાદના હરિભક્ત યશભાઇ કુમુદભાઇ પટેલના યજમાન પદે દેવોને ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેવોને પણ નારંગીના વાઘા ધરાવવામાં આવ્યા હતા.

મંદિરના સહાયક કોઠારી શ્યામવલ્લભસ્વામી આ ઉત્સવ માટેના પ્રેરક બન્યા હતા. તા.૬ માર્ચને રવિવારના રોજ ૬૨મી રવિસભા યોજાશે. વડતાલ નીજ મંદિરમાં ડ્રાયફ્રુટ, ચિક્કી ઉત્સવ એવમ અન્નકુટ દર્શન સવારે ૧૦ થી ૬.૩૦ સુધી યોજાશે. તેમ વડતાલ મંદિરની એક યાદીમાં જણાવાયું છે.

Other News : ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં વિદ્યાર્થી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું

Related posts

કોંગ્રેસ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત

Charotar Sandesh

બિન સચિ કારકુન અને સચિ સેવાના ઓફિસ આસિ વર્ગ-૩ના આણંદ જિલ્લાના ઉમેદવારો ખાસ વાંચે

Charotar Sandesh

આણંદ ખાતે કોવિડ-19 મહામારી અંગેની લોક જાગૃત્તિ રેલી યોજાઇ : કલેકટર આર.જી.ગોહિલે પ્રસ્થાન કરાવ્યું…

Charotar Sandesh