અમદાવાદ : ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ થયેલા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના ૪૯ દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે ૩૮ને ફાંસી અને ૧૧ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા સંભળાવી છે. કોર્ટે ૪૯માંથી ૩૮ દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. આ સિવાય કોર્ટે અન્ય ૧૧ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે.
કોર્ટે આ લોકોને પહેલા જ દોષિત ઠેરવ્યા હતા અને આજે દોષિતોની સજાની જાહેરાત કરાઇ છે
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ ૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગત ૮ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો.
કુલ ૭૭ આરોપીમાંથી ૪૯ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૨૮ આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓની સજા અંગે સ્પે. કોર્ટમાં સુનાવણી યોજવામાં આવી હતી. અમદાવાદમાં ૨૬ જુલાઇ ૨૦૦૮ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં ૫૬ લોકોનાં મૃત્યુ થયા અને ૨૪૦ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં.
૪૯ આરોપી દોષિત ઠર્યા બાદ બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માગ કરી હતી. જોકે, કોર્ટે બે દિવસનો સમય આપ્યો હતો. ત્યારબાદ સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો ૧૮મી ફેબ્રુઆરી પર મુલતવી રાખ્યો હતો.
Other News : ચરોતર સહિત રાજ્યમાં બાળમંદિર અને પ્રી પ્રાયમરી સ્કુલો ખુલતાં નાના ભૂલકાઓમાં ઉત્સાહ જોવા મળ્યો