Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ કલેકટર કચેરી ખાતે મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્થળ ઉપર ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા

મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

હકારાત્મક અભિગમ સાથે પ્રજાકીય પ્રશ્નોનું નિરાકારણ લાવવાનો અનુરોધ કરતાં મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી

પ્રજાકીય પ્રશ્નોનો પ્રો-એકટિવ થઇ નિકાલ લાવવા રાજય સરકારનો મકકમ નિર્ધાર વ્યકત કરતાં મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી

પ્રજાજનોના કામ ઝડપથી અને પારદર્શકતા સાથે થાય તેવું આયોજન ગુજરાત સરકારે કર્યું છે શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી

આણંદ : રાજયના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ હકારાત્મક અભિગમ સાથે પ્રજાકીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આણંદ કલેકટર કચેરી ખાતે રાજયનો ત્રીજો મહેસૂલી મેળો મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ મહેસૂલી મેળાનો પ્રારંભ કરાવતા મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ પ્રજાકીય પ્રશ્નોનો પ્રો-એકટીવ થઇ નિકાલ લાવવા માટેનો રાજય સરકારનો મકકમ નિર્ધાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે, સરકારે ડિઝીટલ અને ઓનલાઇન માધ્યમની વ્યાપક વ્યવસ્થાઓ દ્વારા લોકોના કામ ઝડપથી અને પારદર્શકતાથી થાય તેવું આયોજનબધ્ધ કાર્ય હાથ ધર્યું છે.

મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચનાથી સરકારી યોજનાઓના લાભો માટે ખર્ચાળ સોગંદનામાની જોગવાઇ નાબૂદ કરવામાં આવી હોવાનું જણાવી મહેસૂલી કાયદાઓને સરળ બનાવી ગરીબ, ગણોતિયા અને ખેડૂતોના અધિકારોનું રક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું કહ્યું હતું. શ્રી ત્રિવેદીએ પારદર્શક વહીવટ, ઝડપી નિર્ણય, ત્વરિત અમલ અને કોઇની દખલ વગર જન-જનને યોજનાકીય લાભો સીધા મળે તે દિશામાં સરકાર કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યો સર્વ શ્રી મયુરભાઇ રાવલ અને ગોવિંદભાઇ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, પ્રદેશ અગ્રણી શ્રી અમીતભાઇ ઠાકર, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, અગ્રણીઓ સર્વ શ્રી રમણભાઇ સોલંકી, મયુરભાઇ સુથાર, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન શ્રી પ્રદિપભાઇ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત મહેસૂલી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા અરજદાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Other News : નડિયાદના સંતરામ મંદિરમાં સાકરવર્ષા કરાઈ : “જય મહારાજ”ના જય ઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું

Related posts

નડિયાદમાં પતંગની દોરીએ એક ૨૫ વર્ષીય યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું

Charotar Sandesh

સાંસદ મિતેષભાઈ પટેલ અમેરિકાના સફળ પ્રવાસ બાદ આણંદ પરત ફરતા અગ્રણી આગેવાનોએ સ્વાગત કર્યું

Charotar Sandesh

મૂળ નડિયાદના યુવાનનું ન્યૂજર્સીમાં મોત, કોરોનાથી મોતની ફેલાઈ અફવા…

Charotar Sandesh