Charotar Sandesh
બોલિવૂડ

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ સામે અક્ષય કુમારની બચ્ચન પાંડે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નિવળી

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ the kashmir files

મુંબઈ : છેલ્લા થોડા દિવસથી સિનેમાઘરોમાં હાઉસફૂલ રહેલ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને જોવા દર્શકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે, ત્યારે ગત ૧૯ તારીખના રોજ અક્ષરકુમારની બચ્ચન પાંડે bachchan panday ફિલ્મ નિષ્ફળ નિવળી હોય તેમ લાગી રહ્યું છે. ધ કાશ્મીર ફાઈલ્સની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે. આ ફિલ્મના દ્રશ્યો કહેવા માંગે છે, કેવી રીતે કાશ્મીરી પંડિતોને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા અને તે સમયે કાશ્મીરી પંડિતોનું શું થયું હતું? આમ, સેન્ટિમેન્ટલ ફેક્ટર અતિશય મજબૂત હોવાથી આ ફિલ્મ ખુબ જ સફળ થઇ રહી છે.

દેશના મોટા નેતાઓ સહિત વડાપ્રધાન મોદીએ આ ફિલ્મને વખાણી છે. આ સાથે ‘બચ્ચન પાંડે’ ફિલ્મમાં અક્ષય કુમારે નકારાત્મક પાત્ર ભજવ્યું છે. જેમાં તે અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. પરંતુ જો બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પહેલા નંબર પર જોવા મળી રહી છે જ્યારે ‘બચ્ચન પાંડે’ બીજા નંબર પર જોયા મળી રહી છે.

આ સાથે આ અઠવાડિયાએ રીલીઝ થયેલ RRR ના ડીરેક્ટરને પણ ચિંતા સતાવશે તેમ લાગી રહ્યું છે

‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ને પાટા પરથી ઉતારવાનું કામ કર્યું છે. અક્ષયની ફિલ્મો જે રીતે વારંવાર ચાલે છે તે પ્રમાણે આ ફિલ્મ થિયેટરમાં ચાલી શકતી નથી. અક્ષયની આ ફિલ્મ ફ્લોપ તરફ આગળ વધી રહી છે. જો કે, હવે પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત પ્રગતિ કરવાનો પ્રયાસ કરી રહી છે.

Other News : ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ૨૫ દેશોમાં ૩૫૦ સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી

Related posts

સુશાંત કેસમાં વધુ મોટો ખુલાસો, નિધન બાદ પણ ૫ જુલાઇ સુધી ફ્લેટમાં રહેતો હતો સિદ્ધાર્થ…

Charotar Sandesh

એક ડાયરેક્ટર પાસે કામ માગવા ગઈ તો તેને મારા ચહેરા પર પાદવાનું કહ્યું હતું : રૂબીના

Charotar Sandesh

‘સ્પાઈડર-મેનઃ ફાર ફ્રોમ હોમ’નું બીજું ટ્રેલર રિલીઝ

Charotar Sandesh